માંગ:વડોદરાથી અલીરાજપુર ટ્રેન ચાલુ કરવા સાંસદની માગ

છોટાઉદેપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અપડાઉન કરતા વેપારીઓ, કર્મચારીઓને ફાયદો થશે
  • મુસાફરો ટ્રેનની અંદર નીતિ નિયમોનું પાલન કરશે

છોટાઉદેપુરથી વડોદરા સુધીનો ટ્રેન વ્યવહાર છેલ્લાં 2 માસથી બંધ હોવાના કારણે વહેપારીઓને ઘણી મુશ્કેલી પડે છે. જેને ધ્યાનમાં રાખી છોટાઉદેપુરથી વડોદરા ટ્રેન ચાલુ કરવા સાંસદ નારણભાઇ રાઠવાએ જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે ચર્ચ ગેટ મુંબઈને એક પત્ર લખ્યો છે.  જે વડોદરાથી ટ્રેન આવે છે તે અલીરાજપુર મધ્યપ્રદેશ જય છે. જેને લઈ આદિવાસીઓને ઘણો ફાયદો થાય છે. છોટાઉદેપુર વિસ્તારમાં બજાર ખુલી ગયા છે. બસ સેવા તથા ટ્રાન્સપોર્ટ સર્વિસ ચાલુ થઈ ગઈ છે. તો ટ્રેન સેવા પણ ચાલુ થાય તેવી માંગ સાંસદ કરી રહ્યા છે. જે છોટાઉદેપુરથી ટ્રેન જાય છે. તેમાં વેપારીઓ, સરકારી કચેરીમાં નોકરી કરતા કર્મચારીઓ પણ અપડાઉન કરે છે. તેઓને ઘણો મોટો ફાયદો થાય છે. મુસાફરો ટ્રેનની અંદર નીતિ નિયમોનું પાલન કરશે. તો વડોદરાથી અલીરાજપુર ટ્રેન ઝડપી ચાલુ કરવા માંગ વધી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...