તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:છોટાઉદેપુર નગરમાં મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો

છોટાઉદેપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રહેણાક વિસ્તારમાં મોટી ગટરો હોવાથી નિયમિત દવાનો છંટકાવ કરવા પ્રજાની માગ
 • જિલ્લામાં ઘણાં વિસ્તારોમાં ભારે ગંદકીનું પ્રમાણ હોય ત્યાં સાફ સફાઈ કરાવવા અર્થે પણ પ્રજાની માંગ

છોટાઉદેપુર નગરમાં છેલ્લાં ઘણા દિવસોથી સાંજના સમયે મચ્છરોનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. નગરના ઘણા વિસ્તારોમાં ઘરની બહાર ઓટલા ઉપર બેસતા લોકોને મચ્છરોનો ત્રાસ સતાવી રહ્યો છે. મચ્છર કરડવાને કારણે બહાર બેસી શકાતું નથી. નગરમાં રહેણાંક વિસ્તારોમાં મોટી ગટરો આવેલ હોય ત્યાં મચ્છરોનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. જ્યાં આગળ ડીડીટી દવાનો છટકાવ કરવો ઘણો જરૂરી છે. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે ચોખ્ખાઈ રાખવી ઘણી જરૂરી છે. છોટાઉદેપુરમાં પણ દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે.

વધતા જતા મચ્છરોના ત્રાસને કારણે મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવી ભવિષ્યમાં બીમારીઓ થવાની શક્યતાઓ રહેલી છે. જેના ભાગ રૂપે અગમચેતી રાખી પ્રજાના આરોગ્યના હિત માટે પાલિકા તંત્રએ યોગ્ય પગલાં ભરી નગરમાં ઠેર ઠેર જગ્યાએ દવાનો છંટકાવ કરવો જોઈએ તેવી પ્રજાની માંગ ઉઠી છે.નગરમાં મચ્છરોના ત્રાસને દૂર કરવા તથા ઠેર ઠેર દવા છંટકાવ કરવા અર્થે પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ સૌરભભાઈ શાહે પણ નગરપાલિકામાં રજૂઆતો કરી હતી. અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને મચ્છરોના કારણે ભવિષ્યમાં રોગચાળો વકરે નહિ તે માટે પાલિકાનું ધ્યાન દોર્યું છે.

છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં સલ્મ વિસ્તારોમાં મચ્છરોનો ભારે ત્રાસ હોવાની પ્રજા ફરિયાદો કરી રહી છે. આરોગ્ય તંત્ર પણ આ અંગે તકેદારીના પગલાં ભરે અને રોગચાળો વકરે નહિ તે માટે પગલાં ભરી જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ દવા છંટકાવ કરાવે સલ્મ વિસ્તારોમાં રહેતી ગરીબ પ્રજાને મચ્છરદાની આપી સ્વાસ્થ્યના રક્ષણ અર્થે પ્રયત્નો કરે તેમ પ્રજા માંગ કરી રહી છે. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં ભારે ગંદકીનું પ્રમાણ હોય ત્યાં સાફ સફાઈ કરાવવા અર્થે પણ પ્રજાની માંગ ઉઠી છે.

છોટાઉદેપુરના દરેક વોર્ડમાં સાફ સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવશે
આ અંગે પાલિકા બોર્ડના દરેક સભ્યોને સૂચના આપવવામાં આવશે અને દરેક વોર્ડમાં સાફ સફાઈ કરી દવા છટકાવ કરવામાં આવશે. - ઝાકિરભાઈ દડી, છોટાઉદેપુર નગરપાલિકા ઈન્ચાર્જ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો