તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
છોટાઉદેપુર નગરમાં ઘણા વિસ્તારોમાં છેલ્લા 20 દિવસ જેવા સમયથી ઠેર ઠેર જગ્યાએ ભારે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરનો ભારે ત્રાસ ફેલાયો છે. સાંજના સમયે ઘણા રહેણાંક વિસ્તારોમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ભારે ગંદકીના લીધે મચ્છરોના ઉપદ્રવના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જે અંગે તંત્ર કડક પગલાં ભરે એ ઘણું જરૂરી છે.છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા ઘણા વોર્ડમાં ઠેર ઠેર જગ્યાએ ગટરો ઉભરવાની ફરિયાદ પ્રજા કરી રહી છે. જેના કારણે મચ્છર તથા અન્ય જીવ જંતુઓનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.
જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, જેવી બીમારીઓ થવાનો ડર રહેલો છે. નગરમાં ચાલી રહેલ ખાણી પીણીની લારીઓ પાસે નજીકમાં ભારે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ત્યાં રોજે રોજ ઘણો કચરો ઠલવાય છે. ખાણીપીણીની લારીઓની આસપાસ ભારે ગંદકીના કારણે મચ્છર તથા અન્ય જીવજંતુનો ભારે ત્રાસ છે. જેના કારણે લારીઓ ઉપર ખાવા આવતી પ્રજાને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. અને મચ્છરના ત્રાસને કારણે આરોગ્યને પણ ઘણું જોખમ છે. છોટાઉદેપુર બજાર વિસ્તારમાં શાકમાર્કેટ બનાવેલ છે. ત્યાં દિવસ દરમ્યાન ઘણા શકભાજીવાળા વેપારીઓ ઉભા રહી પોતાનો ધંધો કરે છે.
ત્યાં થતી ગંદકીની યોગ્ય સફાઈ થતી નથી. ઘણી ખાદ્ય પદાર્થની ચીજ વસ્તુઓ ઉપર આસપાસની ગંદકીના કારણે માખીઓ બેઠેલી જોવા મળે છે. જે પ્રજાના સ્વસ્થ માટે હાનિકારક છે. આ અંગે યોગ્ય પગલાં ભરી કાર્યવાહી કરવામાં આવે એ ઘણું જરૂરી છે. નગરમાં ઘણા સમયથી જાહેર જગ્યાઓ ઉપર ભારે ગંદકી જોવા મળી રહી છે પરંતુ તેનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી કે ધ્યાન આપવામાં આવતું નથી જો જાહેર જગ્યાઓ ઉપર કચરો કે ગંદકી જોવા મળતી હોય તો પછી સોસાયટીઓમાં શુ હાલત હશે એ જોવાનું રહ્યું. આ અંગે નગર પાલિકા તંત્ર યોગ્ય ધ્યાન દઈ મચ્છરોના કારણે રોગચાળો ફેલાય નહીં તે અર્થે યોગ્ય સફાઈ કરવામાં આવે તેમ પ્રજા ઈચ્છી રહી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.