તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 500થી વધુને રસીકરણ કરાયું

છોટાઉદેપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 500થી વધુને રસીકરણ કરાયું હતું. જિલ્લામાં વધુમાં વધુ લોકો રસી મુકાવે તેવો કલેકટર દ્વારા જાહેર અનુરોધ કરાયો હતો. - Divya Bhaskar
આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં 500થી વધુને રસીકરણ કરાયું હતું. જિલ્લામાં વધુમાં વધુ લોકો રસી મુકાવે તેવો કલેકટર દ્વારા જાહેર અનુરોધ કરાયો હતો.
  • જિલ્લામાં વેક્સિનેશનની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી
  • જિલ્લામાં 5 લાખથી વધુને પ્રથમ અને 1.79 લાખ લોકોને બીજો ડોઝ અપાયો

છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામપંચાયતમાં સમાવિષ્ઠ ગામોમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા રસીકરણ કેમ્પ દરમિયાન 500થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગા સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કોવિડ-19 કોરોના વાઈરસ રસીકરણની કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ આંત્રોલી, કોળી, દડગામ, કાછેલ(કાં), ચંદુવાંટ, ઘોઘાદેવ અને ઉખલવાંટ ગામના નાગરિકો માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રસીકરણ શિબિર દરમિયાન આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ ઉપર્યુકત ગામોના 500 ઉપરાંત નાગરિકોને રસી આપવામાં આવી હતી. આ અંગે માહિતી આપતા છોટાઉદેપુર પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, છોટાઉદેપુર જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા રસીકરણની કામગીરીને અગ્રિમતા આપી નાગરિકોને કોરોના સંક્રમણ સામે રક્ષણ મળી રહે એ માટે તમામ વિભાગોના સંકલનથી કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લાની જૂથ ગ્રામ પંચાયતો કે જે ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ તમામ ગામોમાં 2 હજાર જેટલી વસ્તી રસી લેવામાં બાકી હોય તેવી જૂથ ગ્રામ પંચાયતોમાં અઠવાડિયામાં 2 દિવસ કેમ્પ કરી આ વધુમાં વધુ લોકોનું રસીકરણ કરવામાં આવે એ રીતનું આયોજન જિલ્લા કલેકટરની સૂચનાનુસાર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનને સારો લોકપ્રતિસાદ સાંપડી રહ્યો છે એમ તેમણે ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના સંકલનથી જિલ્લામાં 5 લાખથી વધુ નાગરિકોને કોવિડ-19 કોરોના વાઈરસની રસીનો પ્રથમ ડોઝ અને 1.79 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. નિષ્ણાંતો દ્વારા નજીકના સમયમાં જ ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ત્યારે જિલ્લાના વધુમાં વધુ નાગરિકો રસીકરણ કરાવી કોરોના વાઈરસના સંક્રમણ સામે સુરક્ષા કવચ મેળવે એ માટે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના વાઈરસના સંક્રમણ સામે સુરક્ષા મેળવવા માટે રસીકરણ એકમાત્ર વિકલ્પ હોઇ, જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટરે વધુમાં વધુ લોકોને રસી મુકાવવા જાહેર અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...