ST બસને અકસ્માત નડ્યો:છોટા ઉદેપુરના કવાંટ રોડ પર મોરબી જતી બસ નાળામાં ખાબકી; સદનસીબે કોઈ જાનહાનિ ન થતા હાશકારો

છોટા ઉદેપુર13 દિવસ પહેલા

છોટા ઉદેપુરથી મોરબી વાયા કવાંટ જતી બસને આજે વહેલી સવારે સાડા ચાર વાગ્યે કરજવાંટ પાસે અકસ્માત થયો હતો. રોડ ઉપર ખાડામાં બસ પડતા ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ રોડની બાજુમાં આવેલ ખાડામાં કૂદી પડી હતી. આ બસમાં સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પાંચ મુસાફર તેમજ ડ્રાઈવર કન્ડક્ટર બેઠેલા હતા, જો કે સદનસીબે કોઈને કોઈ પણ જાતની ઇજા કે જાનહાનિ ન થતાં હાશકારો થયો હતો.

સદનસીબે બસના કોઈ પેસેન્જરને કોઈ પ્રકારની ઈજા થઈ ન હતી
સદનસીબે બસના કોઈ પેસેન્જરને કોઈ પ્રકારની ઈજા થઈ ન હતી
અન્ય સમાચારો પણ છે...