દુઃખદ:છોટાઉદેપુરના શ્રી જાગનાથ મહાદેવના મહંત અને સંત માધવદાસજીનો દેહત્યાગ

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર શ્રી જાગનાથ મહાદેવના મહંત અને સંત માધવદાસજીએ દેહ ત્યાગ કરતાં પ્રજામાં શોકની લાગણી ફેલાઈ હતી. - Divya Bhaskar
છોટાઉદેપુર શ્રી જાગનાથ મહાદેવના મહંત અને સંત માધવદાસજીએ દેહ ત્યાગ કરતાં પ્રજામાં શોકની લાગણી ફેલાઈ હતી.
  • આજે સવારે 8 કલાકે અંતિમ યાત્રા નીકળશે
  • ઓરસંગ​​​​​​​ નદીએ અંતયેષ્ટી ક્રિયા કરવામાં આવશે

છોટાઉદેપુર ઓરસંગ નદી કિનારે આવેલ પ્રસિદ્ધ શ્રી જાગનાથ મહાદેવ મંદિરમાં લગભગ 1985થી મહંત તરીકે સેવા આપતા અને સન્માનનીય સંત શ્રી માધવદાસજી મહારાજનું મંગળવાર તા.18ના રોજ લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું. બનાવને પગલે સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર શ્રી જાગનાથ મહાદેવ મંદિરે વર્ષોથી ભગવાનની સેવા કરતા મહંત સર્વે માટે સન્માનનીય હતા.

મંદિરનો વિકાસ અને મંદિરમાં પ્રજાની સુવિધાઓ ઉભી કરવામાં તેમણે ઘણી મહેનત કરી સમાજમાં માન અને પ્રતિષ્ઠા મેળવી હતી. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર અને પથારીવશ હતા. ત્યારે મંગળવારે બપોરે 3 વાગે મહંત માધવદાસજીએ દેહત્યાગ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાંથી તથા છોટાઉદેપુર નગરમાંથી તેમના અનુયાયીઓ ખૂબ મોટી સંખ્યામાં મંદિરે દોડી આવ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તા.19ના રોજ સવારે 8 કલાકે તેઓની અંતિમ યાત્રા નીકળશે જે નગરના માર્ગો ઉપર ફરશે બાદ ઓરસંગ નદીએ તેમની અંતયેષ્ટી ક્રિયા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...