પ્રજાની માંગ:છોટાઉદેપુરમાં વીજ પોલ ઉપર ઊગેલા વેલા દૂર કરવા લોકમાગ

છોટાઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર જગ્યાએ વીજ પોલ ઉપર ઊગી નીકળેલા વેલા તથા આસપાસ ઝાડી ઝાંખરા સાફ કરાવવા નગરજનો દ્વારા માગ પામી છે. - Divya Bhaskar
છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર જગ્યાએ વીજ પોલ ઉપર ઊગી નીકળેલા વેલા તથા આસપાસ ઝાડી ઝાંખરા સાફ કરાવવા નગરજનો દ્વારા માગ પામી છે.
  • માર્ગો ઉપર અવર જવર કરતી પ્રજામાં કરંટ લાગવાનો ભય

છોટાઉદેપુર નગરમાં આવેલ વીજ પોલ તથા ટ્રાન્સફર્મર ઉપર વીજ સપ્લાય ચાલુ હોય જ્યાં લીલી વેલો થાંભલાના ટોચ ઉપર પહોંચી ગયેલી જોવા મળે છે. ઊગી નીકળેલી વેલોને દૂર કરવામાં આવે તેવી પ્રજા માગ કરી રહી છે. લીલી વેલો ઊગી નીકળતા કરંટ લાગવાનો ડર પ્રજાને સતાવી રહ્યો છે. છોટાઉદેપુર નગરમાં ઠેર ઠેર જગ્યાએ વીજ પોલ તથા ટ્રાન્સફર્મર ઉપર લીલી વેલોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર જગ્યા ઉપર આવેલ થાંભલા ઉપર ઊગી નીકળેલી લીલી વેલોને કારણે કરંટ લાગવાનો ભય રહેલો છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ સાફ સફાઈ કરાવવામાં આવતી નથી.

જેના કારણે પ્રજામાં રોષની લાગણી જોવા મળી રહી છે. છોટાઉદેપુર નગરમાં આવેલ વીજપોલ તથા ટ્રાન્સફર્મર પોલ પાસે વધુ પ્રમાણમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળેલા હોય અને વેલો થાંભલાની ટોચ સુધી પહોંચી ગયા છે. જેને કારણે જાહેર માર્ગો ઉપર અવર જવર કરતી પ્રજામાં કરંટ લાગવાનો ભય જોવા મળી રહ્યો છે. થાંભલાઓ ઉપર ઊગી નીકળેલા વેલા વહેલી તકે સાફ કરવામાં આવે તેવી પ્રજાની માગ છે.

અન્ય સમાચારો પણ છે...