કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરાવવા માટે લેવાઈ રહેલ રૂપિયા એક હજારની પેનલ્ટી સામે તેને લિંક કરનારની એજન્સીઓ વધારાના ~ 200થી 500 સર્વિસ ચાર્જના લેતી હોઇ તેનો ભારે વિરોધ ઉઠ્યો છે, અને શિનોર તાલુકામાં આવા લિંક કરનારાઓ આત્મનિર્ભર બન્યાં છે.
બીપીએલ કુટુંબો જેઓ સરકારની સહાય લેવા માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ ધરાવે છે. તદુપરાંત વિધવા પેન્શન લેતી બહેનો જેઓ માત્ર બેંકમાં અને પોસ્ટમાં ખાતા ખોલાવવા માટે જ પાનકાર્ડ આધારકાર્ડનો ઓળખ તરીકે ઉપયોગ કરે છે, તેવા લોકોને હાલમાં સરકાર દ્વારા કાયદાની અગાઉથી પૂરી જાણકારી આપ્યા સિવાય તા.1 જુલાઇ 2022 થી આધાર કાર્ડ અને પાનકાર્ડ સાથે લિંક કરવાની રૂપિયા 1000 પેનલ્ટી નક્કી કરેલ છે, તેનાથી ભારે અસંતોષ વ્યાપેલ છે.
આ લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હોય સાધલી, શિનોર તથા ગામડાઓમાં સી.એસ.સી. સેન્ટરો, જનસેવા કેન્દ્રો તથા લિંક કરી આપનારા એજન્ટો દ્વારા આ ગરજવાન લોકો પાસે રૂપિયા 200થી 500નો સર્વિસ ચાર્જ પણ લેવામાં આવે છે, તેનાથી ગરીબ વર્ગમાં ભારે રોષ વ્યાપેલ છે. જેથી સરકાર દ્વારા આ આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરી આપવા માટે કલસ્ટર ગામનું જૂથ બનાવીને સ્થળ પર લિંક કરવાની સુવિધા અપાય એ હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.