સંગ્રામ પંચાયત ચૂંટણી-2021:છોટાઉદેપુરની 232 ગ્રામ પંચાયતોમાં મોડી રાત સુધી લાઈનો લાગી : 65.95% મતદાન

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નસવાડી તાલુકામા મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારે ઠંડી હોવા છતાં પણ લોક મત આપવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં. - Divya Bhaskar
નસવાડી તાલુકામા મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારે ઠંડી હોવા છતાં પણ લોક મત આપવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં.
  • ઠંડીના ચમકારામાં ચૂંટણીનો ગરમાવો મતદાનમાં ઘટાડો3
  • મતદાન મથકો પર 4-4 લાઈનો લગાવી મહિલાઓ-પુરુષોએ મતાધિકારનો ઉપયોગ કરવા જુસ્સો દાખવ્યો

છોટાઉદેપુર જિલ્લામાં 19 ડિસેમ્બરે યોજાયેલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સવારથી બૂથ મથકો ઉપર મતદારોની લાઈનો લાગી હતી. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં મતદારોએ લોકશાહીના પર્વ અંગે ભારે ઉત્સાહ બતાવ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં તા. 19 ડિસેમ્બરના રોજ યોજાયેલ 230 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી કુલ 232 ગ્રામ પંચાયતની ચૂંટણી અર્થે કુલ 708 મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં સમગ્ર જિલ્લામાં 4613 કર્મચારીઓ તથા 1000 કરતા વધુ પોલીસ જવાનો જોડાયા હતા.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, જેતપુરપાવી, સંખેડા, અને બોડેલી, તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની 227 બેઠકો માટે 922 ઉમેદવાર જ્યારે 1441 વોર્ડના સભ્ય પદ માટે 3855 ઉમેદવાર ચૂંટણીના જંગમાં મેદાનમાં છે. જિલ્લામાં યોજાનાર ગ્રામપંચાયતની ચૂંટણીમાં કુલ 708 મતદાન મથકો તૈયાર કરાયાં છે. જેમાં 94 બૂથ મથકો અતિ સંવેદનશીલ, સંવેદનશીલ 149 અને 465 સામાન્ય મતદાન મથકો જાહેર કરાયાં હતા.

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાન 65.95%
છોટાઉદેપુર | છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાં આજરોજ યોજાયેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સવારના 7:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીમાં 65.95% મતદાન નોંધાયું હતું. જિલ્લામાં કુલ 65.95 ટકા મતદાન થયું હતું. સૌથી વધારે નસવાડી તાલુકામાં 76.2 ટકા મતદાન જ્યારે સૌથી ઓછું કવાંટ તાલુકાનું 56.81% મતદાન નોંધાયું હતું . અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાની 2 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીમાં સાંજના 5:00 વાગ્યા સુધી 60.83% મતદાન નોંધાયું હતું.

લોકશાહીના આ પર્વમાં ઉમેદવારોની અપાર મહેનત રંગ લાવશે: સુખરામ રાઠવા
ગુજરાત વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જામલી ખાતે મતદાન કરતા મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે લોકશાહીના આ પર્વમાં ઉમેદવારોની અપાર મહેનત રંગ લાવશે. બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ તેનો મને આનંદ છે. આવનાર દિવસોમાં યોજાનાર વિધાનસભા તથા લોકસભાની ચૂંટણીઓ પણ બેલેટ પેપરથી યોજાય તેવી આશા રાખું છું તેમ જણાવ્યું હતું.

જેતપુર ગ્રામ પંચાયતમાં 68.23 ટકા મતદાન, ગત વર્ષ કરતાં 8.02 ટકા ઓછું નોંધાયું
પાવી જેતપુર | ગ્રામ પંચાયતની ચૂંટણીનું રવિવારે મતદાન થયું. જેમાં જેતપુર ગ્રામ પંચાયતમાં 68.23% મતદાન નોંધાયું હતું. જે ગત ટર્મ કરતાં 8.02 % ઓછું જોવા મળે છે. ગત ટર્મમાં 76.25% મતદાન હતું. જેતપુર ગ્રામ પંચાયતનું ચૂટણીમાં સરપંચની પત્ની તેમજ અન્ય બે મહિલાઓએ ઉમેદવારી કરી છે અને ત્રણેય ઉમેદવારો પોતાની જીતના દાવા કરી રહ્યા છે.

બોડેલી તાલુકામાં 5 વાગ્યે 72% મતદાન : બોડેલી,અલીપુરા કરતા ઢોકલિયામાં વધુ
બોડેલી | બોડેલી તાલુકા માં થયેલા વિક્રમી મતદાન માં સાંજે પાંચ વાગ્યે 72ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે સ્ટ્રીટ લાઈટ વચ્ચે સાંજે સાત વાગ્યે પણ કેટલાક બુથ કેન્દ્રો પર મતદાન ચાલુ રહ્યું હોવાથી તાલુકા નો સરેરાશ આંકડો વિલંબે આવી શકે તેમ છે. બોડેલી માં આશરે 68ટકા, અલી ખેરવા માં આશરે 65 ટકા અને ઢોકલિયા માં આશરે 75 ટકા થી વધુ મતદાન થયું હતું.

જબુગામ ગ્રામ પંચાયતમાં 77.12% મતદાન 9 વોર્ડમાં સભ્યપદ માટે ચૂંટણી યોજાઈ
જબુગામ | બોડેલી તાલુકાના જબુગામ ગ્રામ પંચાયતની ચૂંટણી વિવાદાસ્પદ હોવા છતા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સરપંચ પદ માટે એક જ ફોર્મ ભરાયું હોઇ દસ વોર્ડ પૈકી એક વોર્ડ બિન હરીફ જાહેર થતાં નવ વોર્ડમાં સભ્યપદ માટે ચૂંટણી યોજાઈ હતી. ત્યારે વોડૅની ટકાવારી પ્રમાણે દરેક વોર્ડમાં થઈને 77.12 ટકા મતદાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...