તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:વડોદરા-છોટાઉદેપુર-M.P.ને જોડતો રેલવે ફાટક પહોળો કરવા DRMને પત્ર

છોટાઉદેપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરા - છોટાઉદેપુર - મધ્યપ્રદેશને જોડતા રોડ ઉપરથી પસારથી સાંકળી રેલવે ફાટક પોહળી કરવા સાંસદનો ડીઆરએમને પત્ર લખ્યો. - Divya Bhaskar
વડોદરા - છોટાઉદેપુર - મધ્યપ્રદેશને જોડતા રોડ ઉપરથી પસારથી સાંકળી રેલવે ફાટક પોહળી કરવા સાંસદનો ડીઆરએમને પત્ર લખ્યો.
  • પલાસવાડા ફાટક સાંકડો હોવાથી છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક જામ થાય છે
  • સાંસદ, માજી રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવાનો રેલવે મેનેજરને પત્ર લખી માંગ

વડોદરાથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતા પલાસવાડા પાસે હાઇવે રોડ ઉપર આવેલી સાંકડી રેલવે ફાટકને પહોંળી કરવા રાજ્યસભા સાંસદ અને માજી રેલ રાજ્ય મંત્રી નારણભાઇ રાઠવાએ ડીઆરએમ ડિવિઝનલ રેલવે મેનેજરને પત્ર લખી માગ કરી છે.

લખેલ પત્રમાં સાંસદ નારણભાઇ રાઠવાએ જણાવ્યું છે કે ડભોઇ હાઇવે રોડ ઉપર પલાસવાડા રેલવે ફાટક આવેલી છે. ત્યાં બ્રોડગેજ રેલવે લાઈન પસાર થાય છે. હાલમાં કોરોના મહામારીને કારણે રેલવે વ્યવહાર બંધ છે. પરંતુ પલાસવાડા ફાટક સાંકડી હોવાને કારણે છેલ્લા ઘણા દિવસોથી ટ્રાફિક જામ થવાથી અનેક વાહન ચાલકોને એકથી બે કલાક સુધી બંને સાઈડો તરફ વાહનોનો ચક્કાજામ થાય છે. જેથી વાહન ચાલકોને ખુબજ તકલીફ પડે છે. જેથી પલાસવાડા સાંકળી ફાટકને તાત્કાલિક પહોંળી કરવા જરૂરી જણાય છે.

ડભોઇ વડોદરા રાજ્ય ધોરીમાર્ગ હોવાથી સરદાર સરોવર ડેમ ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું નિર્માણ થયેલ છે. તથા વિશ્વવ્યાપી પર્યટક સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. જેને લઈ વડોદરા જિલ્લાની મુલાકાતે દેશ-વિદેશના તથા રાજ્યના અનેક પ્રવાસીઓ પર્યટક સ્થળની મુલાકાત અવાર નવાર લેતા હોય છે. તેમજ ડભોઇ-વડોદરા-છોટાઉદેપુર-મધ્યપ્રદેશને જોડતો હાઇવે રોડ હોવાથી અનેક વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે. હાલમાં કોરોના મહામારીના કારણે દર્દીઓને એમ્બ્યુલન્સ દ્વારા વડોદરા સારવાર અર્થે લઈ જતા હોય છે.

તેમજ વડોદરા જિલ્લા મથક હોવાથી સરકારી કચેરીના કામકાજ કોર્ટના કામકાજ શૈક્ષણિક કામકાજ માટે નાનામોટા કામ માટે વડોદરા જવાનું થતું હોય છે. તેમજ સરકારી અને ખાનગી એસટી બસના મુસાફરોને બે-બે કલાક ટ્રાફિક જામમાં સમયનો બગાડ અને પેટ્રોલ-ડીઝલનો પણ ખર્ચ વેઠવો પડે છે. તેવા સંજોગોમાં પલાસવાડા સાંકળી ફાટકને ટ્રાફિકજામ અટકાવવા ફાટકને પહોંળી કરવા અમારી માગ છે. તેમ રાજ્યસભા સાંસદે રેલવે ડીઆરએમને આપેલ પત્રમાં જણાવ્યું છે.

આ અંગે રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવાએ વધુમાં જણાવ્યું છે કે આ પલાસવાડા ફાટક ઉપર ઓવરબ્રિજ મંજૂર થઈ ગયો છે. પરંતુ જ્યાં સુધી ઓવરબ્રિજના બને ત્યાં સુધી ફાટકને પહોંળી કરવી ઘણી જરૂરી છે. વારંવાર ટ્રાફિકજામની સમસ્યાને નિવારવા અર્થે આ અંગે તુરત પગલાં ભરવામાં આવે તેમ પ્રજાની પ્રચંડ માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...