ભલામણ:શિક્ષકોને ગ્રેડ પે અમલી કરવા સાંસદ દ્વારા CMને પત્ર

છોટાઉદેપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લાની અંદર જે શિક્ષકો સને 2010 તથા તેની અગાઉની નોકરીમાં પ્રાથમિક શિક્ષક તરીકે એમએ બીએડ તથા એમએસસીબી એડ તરીકે ફરજ બજાવે છે. તેઓને હાલની તારીખથી 4200 ગ્રેડ પે વિના શરતે કરી આપવા સાંસદ નારણભાઇ રાઠવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓને અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન તથા 4200નો ગ્રેડ પે મળવો જોઈએ. જેથી શિક્ષક સમાજમાં ભારે અસંતોષ વર્તાઈ રહ્યો છે. તો આ અંગે યોગ્ય ઘટતું કરવા માટે મુખ્યમંત્રીને ભલામણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...