તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેમમાં લીકેજ:છોટાઉદેપુરની ઓરસંગ નદીના ચેકડેમમાં સાધારણ પાણીથી પણ દીવાલમાં લીકેજ: ભ્રષ્ટાચારનો આક્ષેપ

છોટાઉદેપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તંત્ર દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમનું બાંધકામ તકલાદી કક્ષાનું થયું હોય તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે. - Divya Bhaskar
તંત્ર દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમનું બાંધકામ તકલાદી કક્ષાનું થયું હોય તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે.
  • હાલમાં ઉપરવાસ મધ્યપ્રદેશથી વરસાદી પાણી આવતાં જ ક્ષતિ બહાર આવી
  • પ્રજાની પાણીની સમસ્યા નિવારવા અંદાજિત રૂપિયા 4.25 કરોડના ખર્ચે નવો ચેકડેમ બનાવાઈ રહ્યો છે

છોટાઉદેપુર નગરમાં દર વર્ષે થતી પાણીની સમસ્યા નિવારવા અર્થે ઓરસંગ નદીમાં અંદાજિત રૂ 4.25 કરોડના ખર્ચે નવો ચેકડેમ બનાવાઇ રહ્યો છે. જેનું બાંધકામ એક વર્ષથી ચાલે છે. હાલમાં જ ઉપરવાસ મધ્યપ્રદેશમાં વરસાદ થતાં ઓરસંગમાં પાણી આવ્યું હતું. જેમાં નવા બનતા ચેકડેમની દીવાલમાંથી પાણી લીકેજ થતું હતું. આથી બાંધકામમાં ક્ષતિ રહી હોય તેવો પ્રજા તંત્ર સામે આક્ષેપ કરી રહી છે.છોટાઉદેપુર નગરમાં વર્ષોથી ઉનાળાના સમયમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. દર વર્ષે પાણીનો કકળાટ દૂર કરવા રૂ 4.25 કરોડના ખર્ચે નગરપાલિકા દ્વારા પાલિકા વોટરવર્કસથી નજીક ચેકડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેનું કામ છેલ્લા 1 વર્ષ જેવા સમયથી ચાલી રહ્યું છે.

પરંતુ હાલમાં નદીમાં સાધારણ પાણી આવતા ચેકડેમની દિવાલમાંથી પાણી લીક થઈ રહ્યું છે. તંત્ર દ્વારા બનાવવામાં આવેલ ચેકડેમનું બાંધકામ તકલાદી કક્ષાનું થયું હોય તેમ પ્રજા ફરિયાદ કરી રહી છે. નગરમાં ચેકડેમનું બાંધકામ શરૂ કરાતાં દર વર્ષે પડતી પાણીની મુશ્કેલી હવે નહીં પડે તેથી પ્રજામાં ખુશી જોવા મળી હતી. પરંતુ ડેમની કામગીરી હાલ ચાલુ છે. ત્યાં દીવાલમાંથી પાણી નીકળતાં તંત્રની લાપરવાહી સામે પ્રશ્નો ઉઠ્યા છે. હાલ સાધારણ પાણીમાં પણ ચેકડેમની આ હાલત થઇ તો જ્યારે ઓરસંગમાં ઘોડાપૂર આવે તોે ડેમની શું હાલત થશે તેવી ચર્ચા થઇ રહી છે.

તમામ વહીવટ પાણી પુરવઠા વિભાગ કરી રહ્યું છે, પાલિકાનો કોઈ રોલ નથી
સરકારે ગ્રાન્ટમાંથી અમોએ નગરના વિકાસના કામોને મહત્વ નહિ આપીને નગરમાં પાણીના ગંભીર પ્રશ્ન અંગે ચેકડેમ અર્થે નાણાં ફાળવ્યા છે. તમામ વહીવટ પાણી પુરવઠા વિભાગ કરી રહ્યું છે. હમણાં પાલિકાનો કોઈ રોલ નથી. જ્યારે ચેકડેમ તૈયાર થઈને હવાલો પાલિકાને સોંપાશે ત્યારે બાંધકામની પુરેપુરી ખાતરી કરીને હવાલો લઇશું.>ઝાકિરભાઈ દડી, નગરપાલિકા,ઇન્ચાર્જ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...