અપહરણ અને બળાત્કારનો આરોપી ઝડપાયો:છોટા ઉદેપુરમાં ગુનોં આચરીને ફરાર થયેલા મધ્યપ્રદેશના ઈસમને LCBની ટીમે ઝડપી પાડ્યો; કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

છોટાઉદેપુર જિલ્લો સરહદી જીલ્લો છે. અહીંયા દરરોજ મધ્ય પ્રદેશના લોકોની અવરજવર રહેતી હોય છે. લોકો સામજિક રીતે પણ એકબીજા સાથે સંકળાયેલા છે. પરંતુ કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો ગુજરાતના સરહદી વિસ્તારમાં આવીને ગુનોં આચરીને ફરાર થઈ જતાં હોય છે. તેવા જ એક અપહરણ અને બળાત્કારના ગુનાનો ફરાર આરોપી જિલ્લા LCBએ ઝડપી પાડ્યો છે.

અપહરણ અને બળાત્કારનો આરોપી
છોટાઉદેપુર પોલીસ મથકમાં કેટલાક મહિનાઓ પહેલા અપહરણ અને બળાત્કારનો ગુનો મધ્ય પ્રદેશના કઠીવાડ તાલુકાના બકલા ભુદરા ઉર્ફે ભોદર રાઠવા સામે નોંધાયો હતો. પરંતુ તે ક્યાંક ફરાર થવા સફળ થયો હતો. જિલ્લા LCBની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બકલા રૂનવાડ ખાતે આવ્યો હોવાની બાતમી મળતાં LCBની ટીમે રૂનવાડ એવારબ્રીજ પાસેની એક દુકાનેથી ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...