કાર્યવાહી:વનાર જામલા રોડ ઉપરથી ચોરીની 7 મોટર સાઇકલ સાથે બે આરોપીને LCBએ ઝડપ્યાં

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી બાઈક ચોરીને અંજામ આપ્યો હતો
  • છોટાઉદેપુર એલસીબીએ ~3.10 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો : 2ને વોન્ટેડ જાહેર કરાયાં

છોટાઉદેપુર એલ સી બી પોલીસે ગુજરાત રાજ્યના વડોદરા શહેર, પંચમહાલ તથા સુરત શહેરના વાહન ચોરીના કુલ-4 ગુના કરનાર (1) નરેશભાઇ કેસલાભાઇ તોમર (ભીલાલા) રહે. ભુરીયાઆંબા, તડવી ફળીયા, તા.કઠીવાડા, જિ. અલીરાજપુર મધ્ય પ્રદેશ (2) કરસીંગ ઉર્ફે કલસીંગભાઇ સુરસીંગભાઇ ઉર્ફૅ સુરલીયા સાપલીયા (ભીલાલા) રહે. ભુરીયાઆંબા, તડવી ફળીયા, તા. કઠીવાડા, જિ. અલીરાજપુર મધ્યપ્રદેશને વનાર જામલા રોડ ઉપરથી ચોરી કરેલી 7 મોટર સાયકલો સાથે ઝડપી કુલ કિ.રુ. 3.10 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો.

છોટાઉદેપુર એલસીબી પીઆઈ એચ.એચ. રાઉલજી સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમીથી નરેશભાઇ કેસલાભાઇ તોમર (ભીલાલા) અને તેના મિત્ર કરસીંગ ઉર્ફે કલસીંગભાઇ સુરસીંગભાઇ ઉર્ફૅ સુરલીયા સાપલીયા (ભીલાલા) નાઓને ચોરીની બજાજ પલ્સર 150 મોટર સાયકલ સાથે વનાર જામલા ચાર રસ્તા ઉપર બન્ને આરોપીને પકડી સદર મોટર સાયકલ વડોદરા શહેર બાપોદ પો.સ્ટે. વિસ્તારમાંથી ચોરાયેલાનું જણાતા બન્ને ઇસમની પુછપરછ કરતા સાગરીતો મારફતે જિલ્લાઓમાંથી મોટર સાયકલની ચોરીઓની કબુલાત કરી હતી.

બાપોદ, અમરોલી તથા કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ મોટર સાયકલો રીકવર કરવા ટીમો બનાવી કુલ 7 મોટર સાયકલોની કિ.રૂ. 3.10 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો હતો. પકડાયેલ ઇસમોને છોટાઉદેપુર પો.સ્ટે. ખાતે સોંપી અન્ય સાગરીતો (1) સુરેનભાઇ સુરસીંગભાઇ ધાણુક તથા (2) કમલેશભાઇ ધાણુક બન્ને રહે.કવસ્યા તા. કઠીવાડા જિ. અલીરાજપુરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...