માંગ:છોટાઉદેપુરનું કુસુમસાગર તળાવ હજુ ભરાયું નથી, તળાવની અંદર લીલ કમળની વેલો સાફ કરાવવી ખૂબ જરૂરી બન્યું છે

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરનું કુસુમસાગર તળાવ હજુ ભરાયું નથી. - Divya Bhaskar
છોટાઉદેપુરનું કુસુમસાગર તળાવ હજુ ભરાયું નથી.

વિસ્તારમાં ચાલુ સિઝન દરમ્યાન 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો. પરંતુ છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ સ્ટેટ સમયનું કુસુમ સાગર તળાવ હજુ સુધી ભરાયું નથી. જેથી નવાઈ લાગે છે. તળાવની અંદર લીલ કમળની વેલો સાફ કરાવવી ખૂબ જરૂરી છે. કુસુમસાગર તળાવ એ છોટાઉદેપુર નગરની શોભા છે. પરંતુ નગરપાલિકા તંત્ર એની કાળજી રાખતું નથી. આ તળાવની સફાઈ અંગે છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી છે.

તો આ અંગે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. જેથી એમાં દુર્ગંધ આવે નહિ. તળાવ 2 વર્ષ અગાઉ સાફ થયું હતું. પરંતુ ફરીથી કમળની વેલો ઊગી નીકળી છે. એની સાથે આસપાસના વિસ્તારમાં ઘાસ ઊગી નીકળ્યું છે. જે કચરો પડ્યો એ સાફ કરવો ખૂબ જરૂરી છે. હજુ કુસુમસાગર છલકાવવામાં બે મીટર ઊંડું પાણી છે. જો તળાવ છલકાય તો અડધો કચરો બહાર આવી જાય તેંમ છે. નગરપાલિકાના નવા નીમાયેલા પ્રમુખ નરેનભાઈ જયસ્વાલે ફોન ઉપર જણાવ્યું હતું કે ટૂંક સમયમાં અમે તળાવને સાફ કરાવવાની કામગીરી હાથ ધરવાના છે.

અન્ય સમાચારો પણ છે...