ભાસ્કર વિશેષ:કોરોનાની બીકથી પતંગ બજારના વેપારીઓ મૂંઝવણમાં

છોટાઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર જિલ્લામાં મકરસક્રાંતિ પર્વ નજીક આવતાં પતંગ દોરાની દુકાનો શરૂ
  • ઉત્તરાયણ પર્વને માત્ર 9 દિવસ બાકી હોવા છતાં બજારોમાં ઘરાકી જોવા મળતી નથી

છોટાઉદેપુર જિલ્લામાં મકરસક્રાંતિ પર્વ નજીક આવતા પતંગ દોરા ખરીદવા તથા તથા દોરાને માંજો પીવડાવવા અર્થે વેપારીઓએ દુકાનો લગાવી છે. 14 જાન્યુઆરીએ મકરસક્રાંતિ હોય જેના ભાગરૂપે છોટાઉદેપુરમાં થનગનાટ જોવા મળી રહ્યો છે અને પર્વ ઉજવવા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોના સંક્રમણના ડરના કારણે ભારે મૂંઝવણ પણ જોવા મળી રહી છે.

મકરસક્રાંતિનો પર્વ નજીક આવતો હોય જેના ભાગ રૂપે છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતું દેશ દુનિયામાં કોરોના કોવિડ-19 તથા ઓમિક્રોનના કેસો વધતા જતા જિલ્લામાં એક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. હજુ ઉત્તરાયણ પર્વને 9 દિવસ બાકી હોય પરંતુ બજારોમાં ઘરાકી જોવા મળતી નથી. જેના કારણે પતંગ તથા દોરાનો વધુ માલ ખરીદવો કે નહિ તેનો પણ વેપારીઓ વિચાર કરી રહ્યા છે. છોટાઉદેપુરમાં પતંગ દોરાની દુકાનો વેપારીઓએ લગાવી દીધી છે પરંતુ ઘરાકી જોવા મળતી નથી.

ગયા વર્ષે ઉતરાયણ પર્વમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે પણ કોરોનાના ડરને કારણે મંદી જોવા મળી રહી છે. હાલમાં જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસ કોઈ નથી જે સારા સમાચાર છે. આવનાર દિવસોમાં જિલ્લામાં જો તહેવારોની ઉજવણી પર તંત્ર દ્વારા અમુક નિયંત્રણો મુકવામાં આવે અને કોરોનાના કેસો વધે તો ફરી પતંગ રસિયાઓમાં તથા વેપારીઓમાં હતાશા વ્યાપી જશે.

અન્ય સમાચારો પણ છે...