તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાધલીમાં ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળો ફાટી નીકળવાનો ડર

સાધલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાહેર માર્ગો, રહેણાક વિસ્તાર નજીક જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે

શિનોર તાલુકામાં સાધલી ગામે આરોગ્ય અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોગચાળાને નિમંત્રણ. સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હરકતમાં આવ્યું છે. શિનોર તાલુકાના શિનોર સાધલી અને સેગવાના જાહેર સ્થળોએ જોવા મળતી ગંદકી બાદ હવે જીવલેણ સાબિત થઈ શકતો મેડિકલ વેસ્ટ પણ નખાતા તાલુકાનું આરોગ્ય અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોગચાળાને આમંત્રણ અને સ્વચ્છતા અંગેનો છેદ સરેઆમ ઉડતો નજરે જોવા મળ્યો રહ્યો છે.

શિનોર તાલુકાના ત્રણ મુખ્ય મથકો પૈકી શિનોર સાધલીની અને સેગવાનો સમાવેશ થાય છે. આ ત્રણ મથકો પર જાહેર માર્ગો સહિત કેટલાક સ્થળોએ રહેઠાણના વિસ્તારમાં નજીક પારવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતાં અહીં સ્વચ્છતાના નામે તંત્રની ઉદાસીનતાના પગલે સરેઆમ છેદ ઉડી રહ્યો છે. સાધલીથી માંજરોલ જવાના રસ્તાની બન્ને બાજુ કચરો નાખવા આવેલ છે. સ્થાનિક રહિશોને ખુબજ દુર્ગધ મારે છે. ચાલતા આવવુ ખુબજ મુશ્કેલ થઈ ગયુ છે. કહેવું ખોટું નથી. હવે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ આગામી નજીકના સમયમાં યોજાવાની છે. ત્યારે કયાં સ્વચ્છતા અને આરોગ્યની ચિંતા દર્શાવતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. તેમ છતાં હજુ પણ ઘણી કેટલીક જગ્યાએ પારવાર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

હવે અહીં સ્વચ્છતા અને આરોગ્યની ચિંતા આવતા સ્થાનિક વહીવટ અને આરોગ્ય તંત્રની વાત કરીએ તો ક્યાંક તંત્રની ઢીલી અને મતોનું રાજકારણ નીતિએ કેટલી હદ વટાવી છે કે સાધલીથી કુકસ માર્ગ પરના રહેઠાણવાળા વિસ્તાર નજીક જીવલેણ સાબિત થઈ શકતો હોય કેવો મેડિકલ વેસ્ટ પણ યોગ્ય નિકાલ થવાના બદલે જાહેર સ્થળોએ નાખવા અંગે પણ કોઈ ડર ના હોય તેમ ફેકાઈ રહ્યો છે. ત્યારે આ બાબતે સ્વચ્છતા અને તાલુકાની પ્રજાના આરોગ્યની અંગેની ચિંતા જતાવનારા જવાબદારો પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી સાચા અર્થમાં સરકારના સ્વચ્છતા અંગેના સંદેશના સાર્થક કરશે કે કેમ!

અન્ય સમાચારો પણ છે...