તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસુંબીનો રંગ ઉત્સ:છોટાઉદેપુર ખાતે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે ‘કસુંબીનો રંગ ઉત્સવ’

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર ખાતે આવેલા સ્વામિનારાયણ સત્સંગ હોલમાં ઝવેરચંદ મેઘાણીની 125મી, જન્મજયંતી નિમિત્તે આયોજીત કસુંબીનો રંગ ઉત્સવમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજ્યના ગ્રામગૃહનિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શાયરનું બિરૂદ પામનાર અને ગુજરાતી સાહિત્યને નવી ઉંચાઇએ લઇ જનાર સાહિત્યકાર, પત્રકાર, સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાાણીએ લોકસાહિત્યના વિખેરાયેલા મોતીઓ ભેગા કરી એક દોરામાં પરોવવાનું કામ કર્યું છે.

ઝવેરચંદ મેઘાણી જેવા શિરમોર સાહિત્યકાર દ્વારા સર્જાયેલા સાહિત્ય, લોકગીતો, નવલકથાઓ વગેરેથી યુવાપેઢી અવગત થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમ, જણાવી તેમણે ઝવેરચંદ મેઘાાણીના જીવન કવનનો પરિચય આપી તેમણે દ્વારા રચવામાં આવેલી સાહિત્યકૃતિઓની વાત કરી રવિન્દ્રનાથ ટાગોર પણ ઝવેરચંદ મેઘાણીની રચનાઓથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત મંત્રીએ સાહિત્યકારની સાથો સાથ મેઘાાણીએ પત્રકારત્વ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીની અને તેમની બહુમુખી પ્રતિભાને બિરદાવી હતી. વધુમાં મેઘાણીરચિત શૌર્યગીતોએ આઝાદીના શુરવીર લડવૈયાઓને અપ્રતિમ બળ પુરૂં પાડ્યું હતું એમ કહી તેમણે લોકસાહિત્યના સંપાદન માટે તેમણે કરેલી અથાગ મહેનત માટે સાહિત્ય જગત હંમેશ માટે તેમનું ઋણી રહેશે એમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોએ ઝવેરચંદ મેઘાાણી લિખિત કૃતિઓનું જિલ્લામાં આવેલી તમામ લાયબ્રેરીઓને વિતરણ કર્યું હતું. આ ઉપરાંત મેઘાણીના જીવન કવન ઉપર બનેલી ટૂંકી ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં કલાવૃંદ દ્વારા મેઘાણી રચિત ગીતો, લોકગીતો આધારિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...