માંડ માંડ બચ્યો જીવ!:કાનાવાંટ-કાછેલ ગામે બાઈક સવાર યુવાન પાણીમાં તણાતા ગ્રામજનોએ બચાવ્યો; હેમખેમ યુવાનને બહાર કઢાયો

છોટા ઉદેપુર23 દિવસ પહેલા

કાનાવાંટ કાછેલ ગામે આની નદી ઉપર આવેલ કોઝવે છેલ્લા કેટલાક સમયથી તૂટી ગયેલો છે. આ કોઝવે પર અવારનવાર રાહદારીઓ પડી જવાના બનાવો બને છે. ત્યારે આજે એક યુવક પોતાની બાઈક લઈને કોઝવે ઉપરથી પસાર થતો હતો. તે સમયે અચાનક ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે આની નદીમાં પૂર આવી જતા બાઈક સવાર યુવાન તણાઈ ગયો હતો. જેને નજીકમાં જ રહેલા ગ્રામજનોએ જોતા તરત જ દોડી ગયા હતા અને યુવકને બાઈક સાથે હેમખેમ બહાર કાઢીને બચાવી લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...