આયોજન:જુનિ. રીસર્ચ ફેલોશિપની પરીક્ષામાં નર્મદાનો વિદ્યાર્થી દેશમાં દ્વિતીય

ચીકદા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ અનુસંધાન પરિષદ ન્યુ દિલ્લી દ્વારા પરીક્ષાનું આયોજન

નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સંલગ્ન કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ પારસી ટેકરા તા. ડેડીયાપાડા. જી. નર્મદા. ના ગુજરાતનો બી.ટેક. એગ્રીકલ્ચર એન્જીનીયરીંગની 2020 -21 માં પાસ થયેલ વિદ્યાર્થી કૌશિકકુમાર અમરીશ જાદવ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ન્યુ દિલ્લી દ્વારા આયોજીત અનુસ્નાતકમાં અભ્યાસ કરવા માટેની જુનિયર રીસર્ચ ફેલોશિપની પરીક્ષામાં ( ICAR AIEEA 2021 EXAM) સમગ્ર ભારતમાંથી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. તથા સમગ્ર ભારતમાંથી કેટેગરી રેન્કમાં OBCમાં પ્રથમ સ્થાન મેળવેલ છે.

ઉપરોક્ત ઉપ્લબ્ધી નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના નેતૃત્વ હેઠળ તેમજ કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના આચાર્ય ડો. એસ. એચ. સેંગર ના સતત અને સૂયોગ્ય માર્ગદર્શન તથા પ્રાધ્યાપક ગણના અથાગ મહેનત અને દિશા સૂચનથી અત્રેની કોલેજના વિદ્યાર્થીઓ સતત સારામાં સારું પ્રદર્શન કરીને કોલેજનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...