છોટા ઉદેપુર બંધ રાખવાની ચીમકી ઉચ્ચારી:આદિવાસીના જાતિના દાખલાને કારણે 450 જેટલા ઉમેદવારોના નોકરીના ઓર્ડર અટક્યાં, રાઠવા એસોશિએશનનું કલેકટરને આવેદન

છોટા ઉદેપુર23 દિવસ પહેલા

છોટા ઉદેપુર જીલ્લાના આદિવાસીઓના જાતિના દાખલા મુદ્દો કેટલાક વર્ષોથી ગરમાઈ રહ્યો છે. જાતિના દાખલા નહિ મળવાને કારણે જીલ્લાના લગભગ 450 જેટલા ઉમેદવારોને નોકરીના ઓર્ડર મળતાં નથી. આ જાતિના દાખલા મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી.

જેને લઇને આજરોજ વડોદરા છોટા ઉદેપુર જીલ્લા રાઠવા એસોસિએશન દ્વારા છોટા ઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપી જાતિના દાખલા આપવાની રજૂઆત કરવામાં આવી હતી. અને આ છેલ્લી વાર રજૂઆત કરી હોવાની અને જો દાખલા આપવામાં નહિ તો છોટા ઉદેપુર બંધ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...