કાર્યાલયનો પ્રારંભ:છોટાઉદેપુરમાં લોક સેવાઓ માટે જનસેવા કાર્યાલય ખુલ્યું

છોટાઉદેપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાની સમસ્યાઓના નિકાલ અર્થે કાર્યાલયનો પ્રારંભ

છોટાઉદેપુર નગરમાં જૈન મંદિર ખાતે પ્રજાની સેવા તથા લોક સમસ્યાઓના નિકાલ અર્થે જનસેવા કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નગરના આગેવાનો દ્વારા પ્રજાને પડતી મુશ્કેલી અને સમસ્યાઓ નો ઝડપી નિકાલ થઈ શકે અને તાત્કાલિક સુવિધા મળી રહે નગરની પ્રજાને અગવડ ન પડે અને સરળતાથી પ્રજાની સમસ્યાનો ઉકેલ આવે વૃદ્ધ તથા લાચાર વ્યક્તિની મદદ થઇ શકે તે માટે યુવાનો દ્વારા તથા નગરના આગેવાનો દ્વારા આ જનસેવા કાર્યાલય ખુલ્લું મુકવામાં આવ્યું છે.

છોટાઉદેપુર નગરમાં આવેલ જૈન મંદિર સામે શરૂ કરવામાં આવેલ જનસેવા કાર્યાલયમાં નગરના જાગૃત યુવાનો ભાગ લઈ રહ્યા છે. જ્યારે નગરપાલિકામાં ચૂંટાયેલા તથા હારેલા સભ્યો પણ ભાગ લઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નગરમાં ફેબ્રુઆરી માસમાં નગરપાલિકા બોર્ડને 5 વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. જેને ધ્યાનમાં રાખી નગરમાં ચાલતી ચર્ચાઓ પ્રમાણે અત્યારથી પાલિકાના સભ્ય બનવાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...