સર્પદંશથી મોત મળ્યું:પાવી જેતપુર તાલુકાના જામ્બા ચોકી ગામે વૃદ્ધને સાપ કરડ્યો, ઘટનાસ્થળે કરુણ મોત

છોટા ઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને પીએમ અર્થે લઈ જવાયો

પાવી જેતપુર તાલુકાના જામ્બા ચોકી ગામે રહેતા બલસીંગભાઈ હિંમતભાઈ રાઠવાને સાપ કરડતા તેમનું મોત થયું હતું. જો કે કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમના મૃતદેહને પીએમ અર્થે લઈ જવાયો હતો. આ અંગે વધુ તપાસ કદવાલ પોલીસ હાથ ધરી છે.

જમણા પગના અંગુઠા ઉપર ઝેરી સાપે ડંખ માર્યો
55 વર્ષીય બલસિંગભાઈ સવારે પોતાના ઘરમાંથી બળદ બહાર ખેતરના છેડા ઉપર બાંધવા માટે ગયા હતા. તે સમયે એકાએક તેમને જમણા પગના અંગુઠા ઉપર ઝેરી સાપે ડંખ મારતાં ઇજા થવાથી તેમને તાત્કાલિક કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવમાં આવ્યા હતા. કદવાલ દવાખાનામાં હાજર ડોક્ટરોએ તપાસ કરતાં બલસીંગભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કદવાલ સામુહિક આરોગ્ય ખાતે તેમનું પી.એમ. કરવામાં આવ્યું હતું. જો કે આ અંગે કદવાલ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...