તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:છોટાઉદેપુરમાં જગન્નાથજીની રથયાત્રા નગરમાં ભ્રમણ નહિ કરે

છોટાઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માત્ર મંદિર પરિસરમાં ઉત્સવ ઉજવાશે
  • કોરોનાને ધ્યાને રાખી આયોજકોએ યોગ્ય નિર્ણય લીધો

છોટાઉદેપુર નગરમાં રથયાત્રા કમિટીના આયોજકોએ ચાલુ વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાના ઉત્સવને નગરમાં યાત્રા ફેરવવા બાબતનું આયોજન મોકૂફ રાખ્યું છે. ચાલુ વર્ષે ગુજરાત સરકાર તરફથી કોરોના મહામારીના અનુસંધાને કેટલીક કડક શરતો અને નિયંત્રિત સંખ્યામાં ભક્તોની હાજરી સાથે પરવાનગી આપવાનો પરિપત્ર થયો છે. જે અનુસંધાને જિલ્લા વહીવટી તંત્રે રથયાત્રાના આયોજકો સાથે મિટિંગ કરીને નિયમાનુસાર પરવાનગી આપવાની તૈયારી દર્શાવી હતી. સાથે સાથે રથયાત્રા સીમિત રાખી શકાય અથવા રદ્દ કરી શકાય તો તે માટે પણ અપીલ કરી હતી.

હાલ કોરોના મહામારીનો ખતરો સંપૂર્ણ નાબૂદ થયો નથી. અને ત્રીજી લહેરની શક્યતાઓ પણ દર્શાવાઈ રહી છે. ત્યારે છોટાઉદેપુર નગરના રથયાત્રાના આયોજકોએ તંત્રની અપીલ અને ભાવિક ભક્તોની સલામતી ધ્યાને રાખી રથયાત્રા નગરમાં ફેરવવાના નિર્ણયને સ્થગિત કર્યો છે. અને વૈકલ્પિક આયોજનના ભાગરૂપે માત્ર રણછોડજી મંદિરના પરિસરમાં સુંદર રથમાં પ્રભુ જગન્નાથજીને બિરાજમાન કરી ભાવિક ભક્તો દર્શનનો લ્હાવો લઇ શકે તેવું આયોજન કર્યું છે.

છોટાઉદેપુરના રથયાત્રાના આયોજકોએ એવું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે કે જ્યા સામાન્ય સંજોગોમાં હાઇ કોર્ટમાં પિટિશન કરીને પણ રથયાત્રાની પરવાનગી મેળવી હતી. તો શુક્રવારે મહામારીના વિકટ સમયમાં યાત્રાનું નગર ભ્રમણ સ્વૈચ્છીક રદ્દ કરી સમજદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. આયોજકોએ નગરના ભાવિક ભક્તોને અપીલ કરી છે કે રથમાં બિરાજમાન ભગવાન જગન્નનાથજીના દર્શનનો લ્હાવો સૌને મળશે. પરંતુ તમામ ભક્તોએ સલામતી માટેની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરવાનું છે.

સેનેટાઇઝરનો ઉપયોગ કરવો, માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરવું. તેમજ કોઈપણ સંજોગોમાં ટોળું કે ભીડ એકત્રિત કરવી નહિ. કોરોના મહામારીની વિકટતા ધ્યાને રાખી આયોજકોએ નગરના હિતમાં સ્વાગત યોગ્ય નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...