ધરપકડ:ગુનાટા ગામમાં કોમ્પ્યૂટર અને તેના સાધનો ચોરનાર ઈસમ ઝડપાયો

છોટાઉદેપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલીયાથરના ઈસમને LCBએ ઝડપ્યો : અન્ય બે વોન્ટેડ
  • સાગરીતો​​​​​​​ સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી

એલ સી બી પી આઈ એચ.એચ.રાઉલજી સ્ટાફના પોલીસ માણસો સાથે રંગપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હકીકત મળેલ કે રંગપુર પો.સ્ટે. વિસ્તારના ગુનાટા ગામે આવેલ પંચાયતની ઓફીસમાં કોમ્પ્યુટર તથા તેના સાધનોની ચોરી થઈ હતી. જે ચોરી કોલીયાથર ગામના સંજય ઉર્ફે સચીનભાઇ નમલીયાભાઇ રાઠવાએ તેના બીજા સાગરીતો સાથે મળીને કરી છે.

ચોરીનો મુદ્દામાલ તેને પોતાના ઘરમાં સંતાડી રાખેલ છે. તેવી મળેલ હકીકત આધારે સદરી ઇસમના ઘરે ચોરેલ મુદ્દામાલ અંગે ઝડતી તપાસ કરતા તે પોતાના ઘરે હાજર મળી આવેલ અને તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરતા આરોપીએ ઘરના માળીયામાં ચોરીનો મુદ્દામાલ સંતાડી રાખેલ જેથી તેની પુછપરછ કરતા પોતે તેના સાગરીતો સાથે મળી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

જે અંગે પોલીસે એક એસર કંપનીનું કાળા કલરનું એલ.સી.ડી. મોનીટર કિં.રૂ. 5,000, એક એસર કંપનીનું કાળા કલરનું એલ.સી.ડી. કિં.રૂ. 5000, એક ઝેરોક્ષ કંપનીનું પ્રીન્ટર વીથ ઝેરોક્ષ સ્કેનર મશીન કિં. રૂ. 10,000, એક એસર કંપનીનું કાળા કલરનું કિબોર્ડ કિં.રૂ. 150, એક જીનીયસ કંપનીનું કાળા કલરનું કિબોર્ડ કિં.રૂ. 150, એક એસર કંપનીનું માઉસ નંગ 2 કિં.રૂ. 200, કાળા કલરના પાવર કેબલ નંગ 2 કિ.રૂ. 100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ગુનામાં સંડોવાયેલા પકડવાના બાકી આરોપી મહેશભાઇ નમલીયાભાઇ નાયક રહે.જુના કઠ્ઠીવાડા તા.કઠીવાડા, સુનીયાભાઇ નમલીયાભાઇ નાયક રહે. જુના કઠ્ઠીવાડા તા.કઠીવાડા, જિ.અલીરાજપુરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...