તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવેદન:છોટાઉદેપુરમાં જાહેરમાર્ગ ઉપર બનતો ઓવરબ્રિજ મધ્યમાં બનાવવા રજૂઆત

છોટાઉદેપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
જાહેરમાર્ગ ઉપર બનતો ઓવરબ્રિજ મધ્યમાં બનાવવા રહીશોએ રજૂઆત કરી હતી. - Divya Bhaskar
જાહેરમાર્ગ ઉપર બનતો ઓવરબ્રિજ મધ્યમાં બનાવવા રહીશોએ રજૂઆત કરી હતી.
 • રહીશોએ એક્ઝિક્યુટિવ ઈજનેર જાહેર બાંધકામ વિભાગને રજૂઆત કરી

છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર તરફ આવેલ રેલવે ફાટક નંબર-101 ઉપરથી છોટાઉદેપુરથી ગોધરાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ પસાર થાય છે. જેની ઉપર સરકાર દ્વારા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે બ્રિજ માર્ગની માધ્યમાં બનાવવામાં આવે તેવી માગ સ્ટેશન વિસ્તારના રહીશો દ્વારા એક્ઝિક્યુટિવ ઈજનેર જાહેર બાંધકામ વિભાગ છોટાઉદેપુરને આવેદનપત્ર આપી માગ કરી છે.

આપેલ આવેદનપત્રમાં રહીશોએ જણાવ્યું છે કે નગરના સ્ટેશન વિસ્તારમાં બ્રિજ બનવો જોઈએ જેને અમારું પૂર્ણ સમર્થન અને સહકાર છે. પરંતુ સદર કામ જે જગ્યાએ કરવામાં આવી રહ્યું છે. એ ન્યાય નીતિને સુસંગત નથી. જેથી અમોને વાંધો છે. આપની કચેરી દ્વારા ભૂતકાળમાં છોટાઉદેપુર બારીયા રાજ્ય ધોરીમાર્ગ ડિવાઈડર સાથે આશરે 42 ફૂટ પહોંળાઈમાં બનાવવામાં આવેલ છે.

આ માર્ગની મધ્યમાં બ્રિજ કેમ બનાવવામાં આવતો નથી? અને સમગ્ર જાહેર માર્ગ છોડીને કેમ બનાવવામાં આવે છે? જે અમારો પ્રશ્ન છે. આપેલ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર 42 ફૂટનો જાહેર માર્ગ છોડીને અમારા મકાનોને લગોલગ તો ક્યાંક થોડા અંતરે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને જ્યારે બ્રિજ બનશે ત્યારે ઉપરનો 10 મીટર પૈકીનો અડધો ભાગ એટલેકે 16.5 ફૂટ અમારા મકાન ઉપર આવી શકે તેમ છે.

આ બ્રિજ ઉપર હજારો વાહનો અવર જવર કરશે અને જો ભવિષ્યમાં કોઈ ભારવાહક વાહનનો અકસ્માત થાય અને આ વિસ્તારના કોઈ મકાન ઉપર પડે તો મોટી જાનહાની અને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે. અમો સરકારી તંત્ર સાથે છે પરંતુ બ્રિજ આવનાર ભવિષ્યને ધ્યાનમાં લઈને બનાવવો જોઈએ. આવનાર ભવિષ્યમાં કોઈપણ જાતનું જાન માલનું નુકસાન રહેણાંક વિસ્તારના લોકો કે આમ નાગરિકને ન થાય તેને લક્ષમાં લઈને બ્રિજ બનાવવો જોઇએ તેવી માગ આવેદનપત્રમાં કરી છે. છોટાઉદેપુર સ્ટેશન વિસ્તારના રહીશો દ્વારા બ્રિજના બાંધકામ અંગે એક્ઝિક્યુટિવ ઈજનેર જાહેર બાંધકામ વિભાગને રજૂઆત કરતા યોગ્ય ઉકેલ લાવવા હૈયા ધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો