રજૂઆત:અનુસૂચિત જાતિના લોકોને આવાસના મકાન મળે તે માટે રજૂઆત કરાઈ

છોટાઉદેપુર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાગરિકો આશરે 100 વર્ષથી આવકવેરો ભરપાઈ કરે છે
  • છોટાઉદેપુરના લાભાર્થીઓને આજ સુધી આવાસ મકાનોનો લાભ મળ્યો નથી

છોટાઉદેપુર શહેરમાં વસતા અનુસૂચિત જાતિના ગરીબ લોકો લાભાર્થીઓને આવાસના મકાન મળે જે અર્થે ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મંગળવારે છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટર સ્તુતિ ચારણને આવેદન પત્ર આપી માંગ કરી હતી.આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે છોટાઉદેપુર શહેરના ગંજી ફળીયા વિસ્તારના વણકર સમાજ રોહિત સમાજ તથા હરિજન સમાજના કુલ મળી 270 ઘર છે. તમામ ઘરોનો વેરો નગરપાલિકા દ્વારા લેવામાં આવે છે. એમાંથી અમુક મકાનોના રેગ્યુલર તથા અમુક મકાનોના ઇમલા વેરા ભરવામાં આવે છે.

આ વેરો નાગરિકો આશરે 100 વર્ષથી ભરપાઈ કરે છે. જેઓને આજ સુધી આવાસ મકાનોનો લાભ મળ્યો નથી. ગરીબ લોકો આજ સુધી ઝુંપડી જેવા ઘર બાંધીને જીવી રહ્યા છે. જેઓના ઘરોની હાલત જર્જરિત છે. જેથી તુરંત આવાસના લાભ ગરીબોને મળે એ જરૂરી છે. તેમ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે. કલેકટર સમક્ષ રજૂઆત કરવા અર્થે અનુસૂચિત જાતિ જિલ્લા મંત્રી નરેશભાઈ વણકર, અનુસૂચિત જાતિ મોરચા શહેર પ્રમુખ , ઉપ પ્રમુખ કરણસિંહ પરમાર, શહેર યુવા મોરચા મહામંત્રી નરેશભાઈ વણકર, અનુસૂચિત જાતિ મોરચા ઉપ પ્રમુખ પ્રવીણભાઈ પરમાર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...