તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઝોઝ ગામની પ્રાથમિક શાળામાં કીડીખાઉ પ્રાણી મૃત હાલતમાં મળ્યું

પાનવડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શબને આણંદમાં વેટરનરી કોલેજ ખાતે લઇ જવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લાના મુખ્યમથકને અડીને આવેલ ઝોઝ ગામની દમણ ફળિયા પ્રાથમિક શાળામાં શુક્રવારે સવારના પાણીની ટાંકીમાં કીડીખાઉં નામનું પ્રાણી મૃત અવસ્થામાં મળી આવેલ હતું. જે સંદર્ભે છોટાઉદેપુર રેન્જ ઓફિસર એન. સી. રાઠવાને કોલ મળતાં તેઓ વનવિભાગની ટુકડી સાથે ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા. અને સદર પ્રાણીના શબને છોટાઉદેપુર પશુ દવાખાને લાવવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં પ્રાણીની જાતી માદા ઓળખાઈ હતી. અને બેથી ત્રણ દિવસ અગાઉ મૃત્યુ થયા હોવાનો અંદાજ મળી આવ્યો હતો. ત્યાંથી વધુ તપાસ માટે આણંદ વેટરનરી કોલેજ ખાતે શબને મોકલી આપવામાં આવ્યો હતો. આ અંગે વધુ માહીતી આપતા એ.સી.એફ. ડો. ડી.એફ. ગઢવીએ જણાવેલ કે આ પ્રાણી સશતન વર્ગનું પ્રાણી છે. જેના શરીર ઉપર ભીંગડા હોય છે. આઇ.સી.યુ.એન. સંસ્થાના સર્વે પ્રમાણે લુપ્ત થતી જાતિના લિસ્ટમાં તેનો સમાવેશ થાય છે.

ભારતીય વન્ય જીવ એક્ટ હેઠળ શિડયુલ વન પીસીસમાં સ્થાન ધરાવે છે. આ પ્રાણીને અંગ્રેજીમાં પેંગોલિન પણ કહેવામાં આવે છે. કીડીખાઉ એટલે કે આ પ્રાણીઓના ખોરાક તરીકે કીડી મકોડા જેવા જીવજંતુઓનો સમાવેશ થાય છે. પ્રાણીના મોઢાનો શારીરિક આકાર જ એવો ધરાવે છે કે કીડી દરોમાં સહેલાઈથી મોટું મોઢું પ્રવેશી પોતાની 6 ઇંચ જેટલી જીભ બહાર કાઢવાથી જીભની ચિકાસ થકી જીવજંતુઓ જીભ ઉપર ચોંટી જાય છે.

વનવિભાગના સુત્રોના જણાવ્યાનુસાર છોટાઉદેપુર જિલ્લામાં લગભગ આ પ્રાણી પ્રથમવાર જોવા મળી આવેલ છે અને ભાગ્યે જ દેખા દેતા પ્રાણીને જોઈ વનવિભાગની ટીમમાં પણ કુતુહલતા જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...