ખેડૂતો માટે ખુશ ખબર:ટેકાના ભાવે ખરીદી કરવાની ઓનલાઈન પ્રક્રિયા શરૂ; 31 માર્ચ સુધી નોંધણી કરાવવી જરૂરી

છોટા ઉદેપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઈની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા ઓનલાઈન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતોને બજારમાં વેપારીઓ દ્વારા ચલાવાતી લૂંટમાં પોષણક્ષમ ભાવ મળતો નથી. જ્યારે ખેડૂતના માથે દેવું વધતું જાય છે. જેને લઈ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તેમને પાકના સારા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન (RMS) 2023-24ના વર્ષમાં અનાજના પાક ખરીદવામાં આવનાર છે.

સરકારના નિયમાનુસાર 31 માર્ચ સુધીમાં નોંધણી જરૂરી
ભારત સરકાર દ્વારા નક્કી કરેલા લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ 31 માર્ચ સુધીમાં ઓનલાઈન નોંધણી કરવાની રેહેશે. ત્યારબાદ નિગમ દ્વારા ખરીદી કરવામાં આવશે.

ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ નોંધણી થઈ શકશે
જો પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો તેની નોંધ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉનમાં કરી શકાશે. આધારકાર્ડ, 7-12 અને 8Aની નકલ, ગામ નમુના-12માં પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો અદ્યતન દાખલો, ખાતેદારના બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેકની નકના પુરાવા રજુ કરવાના રહેશે. આ બાબતે કોઈ સમસ્યા થાય તો હેલ્પલાઇન નં.8511171718 તથા 8511171719 પર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...