તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:છોટાઉદેપુર જિલ્લાના કવાંટના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા, કુલ આંક 767

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 174 એન્ટિજન અને Rtpcr સેમ્પલ કોરોનાની તપાસ અર્થે લેવામાં આવ્યા હતા
  • કુલ 728 દર્દીઓ સાજા થતાં રજા અપાઈ, હાલમાં 15 દર્દીઓ સારવાર હેઠળ

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 કેસોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે. સતત કેસોની સંખ્યામાં વધારો થતાં પ્રજામાં ભય જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 766 કેસ પોઝિટિવ નોંધાયા હતા. રવિવારના તારીખ 27 ડિસેમ્બરના રોજ નવો 1 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 767 ઉપર પહોંચ્યો છે.

રવિવારે જિલ્લામાં જે 1 પોઝિટિવ કેસ આવ્યો તેમાં (1) 84 વર્ષના વૃદ્ધ પારસી ફળીયા કવાંટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.રવિવારના રોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી 174 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 728 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે.

15 દર્દીઓ એડમિટ છે. અને 21 દર્દીના મોત થયા છે. રવિવારે જિલ્લામાંથી સાજા થઈ જતા 2 દર્દીને રજા આપી દેવામાં આવી હતી.અત્યાર સુધીમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 251 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 200 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકા 148 કેસ, કવાંટ તાલુકા 70 કેસ, પાવીજેતપુર તાલુકામાં 54 કેસ, નસવાડી તાલુકામાં 44 કેસ પોઝિટિવ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો