તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી બાદ કોરોના વિસ્ફોટની ભીતિ:છોટાઉદેપુર જિલ્લાનો 16 વર્ષનો કિશોર કોરોના સંક્રમિત, કુલ 836

છોટાઉદેપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કવાંટના ઝરાઈના કિશોરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
  • જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી 388 સેમ્પલ તપાસ અર્થે લેવાયા

છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાના કેસોમાં સોમવાર તા. 1 માર્ચના 1 કોરોના કેસ પોઝિટિવ નોંધાયો છે. જેમાં 16 વર્ષનો કિશોર મોટી ઝરાઈ કવાંટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લામાં ઘણા દિવસોથી કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ છેલ્લાં 7 દિવસથી કેસોની સંખ્યામાં વધારો થતા અત્યાર સુધી જિલ્લામાં કુલ 836 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 388 એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ કોરોના તપાસ અર્થે લેવામાં આવ્યા હતા. જિલ્લામાં હાલમાં કુલ 791 દર્દીઓ સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 21 દર્દીઓ એડમિટ છે અને 24 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ બોડેલી તાલુકાના 277 નોંધાયા છે. બીજા ક્રમે છોટાઉદેપુર તાલુકાના 227 કેસ નોંધાયા છે. સંખેડા તાલુકામાં 156 કેસ, કવાંટ તાલુકા 72 કેસ, પાવીજેતપુર તાલુકામાં 60 કેસ, નસવાડી તાલુકામાં 45 કેસ પોઝીટીવ નોંધાયા છે.

પાદરા ભાજપાના વોર્ડ નંબર 3ના ઉમેદવાર યોગેશ અધ્યારૂ કોરોનાથી સંક્રમિત
પાદરા શહેરના માજી પ્રમુખ અને હાલના સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચૂંટણીમા વોર્ડ નંબર 3ના ઉમેદવાર યોગેશ અધ્યારૂનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ મા તા. 28મીને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ભારે મતદાન થયુ હતું. જે માટે ઉમેદવારોએ પ્રચારમા ઘર ઘર સુધી પહોંચી મત માંગ્યા હતા. ફેરણીઓ કરી હતી.

મોટી સંખ્યામાં જનસંપર્કમા આવ્યા હતા. પાદરાના વોર્ડ નંબર 3ના ભાજપાના ઉમેદવાર યોગેશ અધ્યારૂ પણ મોટી સંખ્યામા પ્રચાર દરમિયાન જનસંપર્કમા આવ્યા હતા. જ્યારે મતદાનના બીજા દિવસે સોમવારના રોજ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની જાણ તેઓ જાતે સોશિયલ મીડિયાના મધ્યામથી કરી હતી અને તેઓના સંપર્કમા આવેલાને રિપોર્ટ કરાવી લેવાની અપીલ કરી હતી. ચૂંટણી બાદ કોરોનાના વિસ્ફોટની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઉમેદવારોનો કોરોના રિપોર્ટ કરવામાં આવે એ અતી આવશ્યક બને છે.

અન્ય સમાચારો પણ છે...