તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:પાનવડ સીએચસીના કર્મીઓને પગાર નહિ મળતાં અચોક્કસ મુદતની હડતાળ

પાનવડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેફરલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરના કર્મીઓનો 4 માસથી પગાર થયો નથી
 • તંત્રની બેદરકારીથી સીએચસીમાં આવતા ગરીબ દર્દીઓને પડતી મુશ્કેલી

પાનવડ રેફરલ હોસ્પિટલમાં આઉટસોર્સીંગ ડી.જી નાકરાણી વડોદરા દ્રારા અલગ અલગ પોસ્ટ પર ભરતી કરાયેલા કર્મચારીઓને તેઓનો ચાર મહિનાનો પગાર ચૂકવવામાં આવ્યા નથી. અને તેઓને સંતોષકારક જવાબ આજ દિન સુધી મળેલ નથી, અને કોઈને કોઈ બહાના કાઢી કર્મીઓના દિવસો પસાર કરેલ છે. હાલમાં સામે હોળી, ધૂળેટી જેવા પર્વ હોઈ કર્મીઓની હાલત કફોડી બની છે. જેના કારણે આઉટ શોર્શીગના કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હોવાનું જણાવેલ છે.

પાનવડ રેફરલ હોસ્પીટલના ડોક્ટર સાહેબને આ અંગે પુછંતા તેઓ એ જણાવેલ કે અમે પણ ઉપર વિભાગમાં જાણ કરેલ છે. અને વહેલામાં વહેલી તકે તેનુ નિરાકરણ આવશે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાનુ મોટામાં મોટુ પાનવડ ગામ આવેલુ છે. જેની વસ્તી લગભગ 5000થી વધુ છે. તેમજ પાનવડ ગામની નજીક આજુબાજુના લગભગ 35થી40 ગામંડાઓ છે. જે તમામ વિસ્તાતમાં આદિવાસીઓ વસવાટ કરે છે. જે તમામ મજૂરી તેમજ ખેતીકામ કરીને જીવન નિર્વાહ ચલાવતા હોય છે. જે તમામ લોકો બિમારી દરમ્યાન સારવાર અર્થે પાનવડ હોસ્પિટલમાં આવતા હોય છે.

હાલમાં કોરોના વાયરસ ના મહામારી ચાલી રહેલ છે, અને રોજ દર્દીઓ વધતા જાય છે, અને એવામા આવા કોરોના વોરીયર્સ ગણાતા કર્મચારીઓને 4 મહિના સુધી પગાર નહી મળતો હોવાથી અચોક્કસ મુદતની હડતાળ પર ઊતરી જતા સામાન્ય ગરીબ દર્દીઓ કોના ભરોસે? એવા વેધક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો