માથાભારે તત્ત્વોએ અડીંગો જમાવ્યો:સંખેડાથી છોટાઉદેપુર સુધીના 60 કિમી પટમાં રેતી ખનન પ્રવૃત્તિ વધી

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેતી ખનન પ્રવૃત્તિમાં માથાભારે તત્ત્વોએ અડીંગો જમાવ્યો
  • ભૂગર્ભ જળ સ્રોત અને વારીગૃહો​​​​​​​ ખોટકાતાં પાણીની સમસ્યા થવાની ભીતિ

છોટાઉદેપુર જિલ્લામાં વિસ્તરેલા જબુગામ સહિતના ઓરસંગ નદીના પટમાં રેતી લીઝો દ્વારા મોટા પાયે ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિમાં માથાભારે તત્ત્વોએ અડીંગો જમાવ્યો છે. ઓરસંગના પટમાં ગેરકાયદે રેતી ખનન થતાં નદીની દિશા અને દશા બદલાતાં પર્યાવરણ, પિયતના અને પીવાના પાણીને પણ માઠી અસર પહોંચી રહી છે.

રેતી ખનન લીઝ સ્થળે થાય છે કે પછી અન્ય જગ્યાએ તે અંગેનું ક્રોસ ચેકિંગ કરાય તો જબુગામ સરકારી ગૌચર જે 50 હેકટરથી પણ વધુ હોવાના બેટ વિસ્તારમાં પણ ખનીજચોરીની અનેક ફરિયાદો થઇ છે. જેની તટસ્થ તપાસ તંત્ર દ્વારા કરાય તો કરોડોનું રેતી ચોરી કૌભાંડ બહાર આવે તેમ ચર્ચાય છે. ઓરસંગનો સંખેડાથી છોટાઉદેપુરનો પટ 60 કિમી લંબાઈ ધરાવે છે. જેમાં રેતીના આડેધડ ખનનના પગલે પાણીના સ્તર નીચા જતાં કાંઠા વિસ્તારના ગામોને હાલ શોષાવંુ પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...