ભાસ્કર વિશેષ:જબુગામ ગ્રામ પંચાયતમાં અદ્યતન જીમનું ઉદ્ધાટન

જબુગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
જબુગામ ગ્રામ પંચાયતના નવીન હોલનું જીમ. - Divya Bhaskar
જબુગામ ગ્રામ પંચાયતના નવીન હોલનું જીમ.
  • યુવાનોમાં રમત ગમતનું કૌશલ્યો કેળવવા માટેનું નવીન જીમ્નેશિયમ
  • મહિલાઓ અને પુરુષો માટે જીમનો સમય અલગ રહેશે, પ્રજાને સાધનોનો લાભ લેવા અનુરોધ

આજકાલ લોકોમાં જીમ અને યોગનો ક્રેઝ વધ્યો છે કારણકે ગામડાના લોકોની પણ લાઈક સ્ટાઈલ આધુનિક થઈ ગઈ છે અને મેદસ્વીતાનું પ્રમાણ પણ ખૂબ જ રહ્યું છે. આજકાલ ખૂબ જ આધુનિક ટેકનોલોજી વાળા જીમ અને ટ્રેનરના લીધે લોકોનું જીમ તરફનું આકર્ષણ છે. યુવાનોમાં રમત ગમતનું કૌશલ્ય વધુ કેળવાય અને ઉત્સાહી યુવાનોને શારિરીક કસરત કરવા માટે જબુગામ ગ્રામ પંચાયતના નવીન હોલમાં અધતન સુવિધા સાથે જીમ્નેશિયમ બનાવવામાં આવ્યું છે.

જીમમાં મલ્ટીમશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેમજ અધતન સાધનોથી સજ્જ છે, જેથી ફીટનેશ ચાહકો સારી રીતે જીમના વાતાવરણને માણી શકે ત્યારે જબુગામના 95 વર્ષના વયોવૃદ્ધ અને જબુગામ વિદ્યા મંડળના પ્રમુખ રામસિંહ વાસદિયાના વરદ હસ્તે જબુગામના નવીન જીમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. રામસિંહ વાસદિયાએ રૂપિયા દશ હજારનું ડોનેટ કર્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે જબુગામ માટે જીમ એક વ્યાયામ શાળા છે અને ગામના લોકોએ પોતાના શરીર સૌષ્ઠવ માટે આ જીમના આધુનિક સાધનોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો તેમજ જબુગામ ખાતે શરૂ કરવામાં આવેલા જીમમાં ટુંક સમયમાં ટ્રેનરની જગ્યા પણ પુરવામાં આવશે તેમજ મહીલાઓ અને પુરુષો માટે સમય અલગ રહેશે.

અન્ય સમાચારો પણ છે...