તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ ,125 દર્દીને 15 દિવસ સુધી પુરવઠો પૂરો પાડશે

છોટાઉદેપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 97 લાખના ખર્ચે ઓકિસજન પ્લાંટનું લોકાર્પણ કરાયું હતું. - Divya Bhaskar
જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે 97 લાખના ખર્ચે ઓકિસજન પ્લાંટનું લોકાર્પણ કરાયું હતું.
  • ત્રીજી લહેરની સંભાવના વચ્ચે કોરોનાના દર્દીઓને મુશ્કેલી ન પડે એ માટે પ્લાન્ટ નંખાયો
  • 97 લાખના ખર્ચે 13 હજાર લિટર ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટથી વારંવાર સિલિન્ડર રિફિલ કરવાની જરૂર નહીં પડે

છોટાઉદેપુર ખાતે આવેલી જનરલ હોસ્પિટલ ખાતે રૂપિયા 97 લાખના તેર હજાર લિટર ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટનું મંગળવાર તા.1 જૂનના રોજ લોકાર્પણ કરવામાં આવ્યો હતો. ભવિષ્યમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની સંભાવનાને પગલે છોટાઉદેપુર જિલ્લામાં કોરોના દર્દીઓના મુશ્કેલી ન પડે એ માટે ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવામા આવ્યો છે. છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવા માટે બરોડા ડેરી દ્વારા રૂપિયા 52 લાખ, રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવાની નિધિમાંથી રૂપિયા 25 લાખ, ધારાસભ્ય મોહનસિંહભાઈની ધારાસભ્ય નીધિમાંથી રૂપિયા 20 લાખના ખર્ચે આ ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે વાત કરતા જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. યોગેશભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જો ત્રીજી લહેર આવે તો દર્દીઓને સારવારમાં ઉપયોગી થાય એ માટે ઓકિસજન પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. 13 હજાર લિટર ક્ષમતા ધરાવતા આ ઓકિસજન પ્લાન્ટ 125 દર્દીઓને 15 દિવસ સુધી ઓકિસજનનો પુરવઠો પુરો પાડશે.

પ્લાન્ટ શરૂ થવાથી વારંવાર સિલિન્ડર રીફિલ કરવાની જરૂર પડશે નહિ એમ તેમણે જણાવ્યું હતુ.ઓકિસજન પ્લાન્ટ લોકાર્પણ પ્રસંગે બરોડા ડેરીના ચેરમેન જી.બી. સોલંકી, રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, ધારાસભ્ય મોહનસિંહ ભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહ ભાઈ તડવી, ધારાસભ્ય સુખરામ ભાઈ રાઠવા, જિલ્લા કલેકટર સુજલભાઈ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર ભાઈ પટેલ, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા, દિનુભાઇ પટેલ, અન્ય અધિકારી, પદાધિકારીઓ અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...