છાત્રો મજબૂર:શાળામાં અપૂરતા વર્ગોથી અન્ય સ્થળે ભણવા જવા છાત્રો મજબૂર

પાનવડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાગલવાડામાં ચોમાસામાં તૂટી ગયેલી શાળા હજુ સમારકામ વિનાની
  • ઓરડા ના હોઇ સત્વરે શાળાનું નવીનીકરણ કરવા ગામ લોકોની માગ

સૌ ભણે અને સૌ આગળ વધેની મોટી મોટી વાતો વચ્ચે છોટાઉદેપુર જિલ્લાથી 20 કિલોમીટરના અંતરે આવેલા અંતરિયાળ આદિવાસી વિસ્તારનાં વાગલવાડા ગામની 2020મા ચોમાસામાં તૂટ્યા પછી આજદિન સુધી શાળા બની જ ન હોવાથી સરકારના મોટા-મોટા દાવાઓ ખોટા સાબિત થયા છે.

ગુજરાત સરકાર આમ તો છેવાડાના માનવી સુધી શિક્ષણનો વ્યાપ પહોંચાડવાના દાવા કરી રહી છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારના વાગલવાડા ગામમાં કંઈક અલગ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. આદિવાસી લોકોની નોંધપાત્ર સંખ્યા અહીજોવા મળે છે. જિલ્લા મથકથી 20 કિ.મી.ના અંતરે આવેલા વાગલવાડા ગામમાં 2020મા તૂટ્યા પછી આજદિન સુધી શાળા બની જ ન હોવાથી બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે.

કોવિડ-19ના કારણે દોઢ વર્ષ સુધી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઇ હતી અને હવે સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાગલવાડા ગામમાં શાળાની સુવિધા ન હોવાથી મિઠ્ઠલભાઈ રાઠવા જેઓ વ્યવસાયે શિક્ષક છે. તેઓ મધ્યાહન ભોજનમાં નોકરી કરતા બહેનના ઘરે બાળકોને બોલાવી શિક્ષણ પૂરું પાડે છે અને કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની પુરતી તકેદારી રાખી પોતાના શિક્ષક તરીકેની ફરજ અદા કરી શિક્ષક તરીકેના ધર્મને નવી ઊંચાઈ આપી છે. લોકોનું કહેવું છે કે ગામના વાલીઓ અભણ છે જેથી તેમણે તેમના બાળકોની ચિંતા છે કે, દુનિયા આજે પ્રગતી તરફ હરણફાળ ભરી રહી છે ત્યારે તેમનું બાળક પાછળ ન રહી જાય તેની વાલીઓને ચિંતા તો છે પણ તંત્રને જાણે કોઈ જ ફિકર નથી.

અન્ય સમાચારો પણ છે...