તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:તેજગઢના ગામડાંઓમાં આદિવાસીઓએ રિવાજ પ્રમાણે દિવાળીની ઉજવણી કરી

તેજગઢ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આદિવાસીઓમાં કારતક સુદ પૂનમ એટલે દેવ દિવાળીનું મહત્વ ઘણું છે

તેજગઢ પંથકના ગામડાઓ આદિવાસીઓની અંદર જુદા જુદા રિવાજ પ્રમાણે ગામોમાં ગામ લોકો નક્કી કરે એ મુજબ દિવાળી પર્વની ઉજવણી અર્થે સાગા સબંધીઓને પણ બોલાવવામાં આવે છે. જુદા જુદા દિવસે દિવાળી હોવાથી સૌ એકબીજાને ત્યાં જઈ શકે છે.

આદિવાસસીઓ દિવાળી પર્વ ઉજવે એના પહેલા આગલા દિવસે ગામના ગોંદરે આવેલ દેવની સૌ પૂજા કરવા જાય છે. ત્યાં આગળ માટીના ઘોડા મૂકે શ્રીફળ વધેરે છે અને સમગ્ર ગામમાં શાંતિ જળવાય રહે અને રોગચાળો પ્રસરે નહિ ખેતીનું ઉત્પાદન સારું મળે એના માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. આ સમયે ગામના સૌ ભેગા થઈ આનંદ મનાવે છે. બીજા દિવસે સૌ પોત પોતાના ઘરે દિવાળી ઉજવણી અર્થે સારું ભોજન બનાવે છે. જેમાં દેવને ભોગ આપ્યો હોય એ વસ્તુનો ઉપયોગ થાય છે. આમ અડદના ઢેબરાં ખાસ જોવા મળે છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં આસો વદ અમાસની દિવાળીનું મહત્વ ખૂબ હોય છે. જ્યારે આદિવાસીઓમાં કારતક સુદ પૂનમ એટલે દેવ દિવાળીનું મહત્વ ઘણું છે.

ચાલુ વર્ષે ગામડાઓમાં ખેતીનું ઉત્પાદન સારું નહીં થતા ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓની હાજરી પાંખી જોવા મળી રહી છે. હાટ બજાર વેપારીઓ પણ કહે છે કે ચાલુ વર્ષે દર વર્ષ જેવી ઘરાકી જોવા મળતી નથી. આખા વર્ષ દરમિયાન જે તહેવારો આવે તેમાં સૌથી મહત્વનો તહેવાર હોળીનો ગણાય અને બીજો દિવાળી પર્વ આ બંને તહેવારની અંદર ગામડામાં સૌ એકત્રિત થયેલા જોવા મળે છે. ઘણી વખત આંતરિક વિખવાદ અને વેરઝેરને લઈને તહેવારો હિંસક પણ બની જાય છે. જેથી દરેક જગ્યાએ પોલીસ સતર્ક રહે છે. હોળી અને દિવાળી પર્વમાં ડોલોમાઈટ પથ્થરનો પાવડર બનાવતી ઇન્ડસ્ટ્રીઝો પણ બંધ રહે છે. એમાં કામ કરતા શ્રમિકો આવતાં નથી. ગામડામાં દિવાળી પર્વ ચાલે છે એની અસર શહેરી ધંધામાં પડે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો