ધાર્મિક:પાનવડ પંથકના ગામડાઓમાં દેવ દિવાળી નિમિત્તે દેવોનું પૂજન કરાયું

પાનવડ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂજા કરતા તસ્વીરમાં નજરે પડે છે. - Divya Bhaskar
પૂજા કરતા તસ્વીરમાં નજરે પડે છે.
  • તહેવાર હોવાથી લોકો બજારમાં નહિ આવતાં વેપાર ઉપર અસર જોવા મળી

નાની ખજુરીયા ગામમા દેવોનુ પુજન કરી નવા અનાજનો તરણ ચઢાવી દેવ દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. પંથકના ગામડાઓની અંદર જુદા જુદા ગામોમાં ગામ લોકો નક્કી કરે એ મુજબ દિવાળી પર્વની ઉજવણી કરવા અર્થે સગા સબંધીઓને પણ બોલાવવામાં આવે છે. જુદા જુદા દિવસે દિવાળી હોવાથી સૌ એકબીજાને ત્યાં જઈ શકે છે. આદિવાસસીઓ દિવાળી પર્વ ઉજવે એના પહેલા આગલા દિવસે ગામના ગોંદરે આવેલ દેવની સૌ પૂજા કરવા જાય છે. ત્યાં આગળ માટીના ઘોડા મૂકી શ્રી ફળ વધેરે છે.

અને સમગ્ર ગામમાં શાંતિ જળવાય રહે અને રોગચાળો પ્રસરે નહિ. ખેતીનું ઉત્પાદન વધુ સારું મળે એના માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. બીજા દિવસે સૌ પોત પોતાના ઘરે દિવાળી ઉજવણી અર્થે સારું ભોજન બનાવે છે. જેમાં દેવને ભોગ આપ્યો હોય એ વસ્તુનો ઉપયોગ થાય છે. આમ અડદના ઢેબરાં ખાસ જોવા મળે છે. પંથકમાં હોળી અને દિવાળી પર્વમાં ડોલોમાઈટ પથ્થરનો પાવડર બનાવતી ઇન્ડસ્ટ્રીઝો પણ બંધ રહે છે. એમાં શ્રમિકો આવતાં નથી.

અન્ય સમાચારો પણ છે...