તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકોરમાઇકોસિસ:છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં બ્લેક ફંગસના શંકાસ્પદ 24 કેસ નોંધાયા

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છોટાઉદેપુર જિલ્લામાં મ્યુકોર- માઈકોસિસના શંકાસ્પદ કેસનો આંક 56 થયો
  • મ્યુકોરમાઈકોસિસના 47 દર્દીઓ સારવાર હેઠળ, 4 વ્યક્તિઓ સાજી થઈ જ્યારે 5 દર્દીના મોત

વિશ્વમાં ચાલી રહેલ કોરોના મહામારી જવાનું નામ લેતી નથી. ત્યારે મ્યુકોરમાઇકોસિસ નામની બીમારીએ ભરડો લીધો છે. જેનાથી પ્રજા ભારે ત્રાહિમામ પોકારી ઉઠી છે. એક પછી એક આવતી રોગચાળાની આફતે માનવ જીવને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ મ્યુકોરમાઇકોસિસના 32 કેસ નોંધાયા હતા. જેમાં છેલ્લા 15 દિવસની અંદર મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ)ના કુલ 24 કેસ શંકાસ્પદ નોંધાયા છે. જેનો કુલ આંક 56 થવા પામ્યો છે. મ્યુકોરમાઇકોસિસમાં શંકાસ્પદ લક્ષણો જણાવતા અત્યાર સુધીમાં 47 દર્દી સારવાર હેઠળ છે. 4 વ્યક્તિ સજા થઈ જતા ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે ત્યારે શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસ ના કારણે 5 દર્દીના મોત થયા છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ ચૌધરીએ જણાવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં નવી બીમારી મ્યુકોરમાઇકોસિસે પગ પેસારો કરતા હવે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુર જિલ્લામાં સોમવારે કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો : કુલ કેસનો આંક 2635 પર પહોંચ્યો
છોટાઉદેપુર જિલ્લામાં સોમવાર તા.14 જૂનના રોજ એકપણ કોરોના કેસ પોઝિટિવ નોંધાયો ન હતો. જિલ્લામાં કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં પ્રજામાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2635 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે. સોમવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 596 જેટલા એન્ટીજન અને આર ટી પી સી આર સેમ્પલ લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં અત્યાર સુધીમાં 2594 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. હાલમાં માત્ર 5 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 36 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 757, પાવીજેતપુર તાલુકામાં 346, બોડેલી તાલુકામાં 725, સંખેડા તાલુકામાં 295, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...