તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્સાહ:દીપાવલી પર્વના ઉત્સાહમાં જિલ્લાવાસીઓ કોરોનાને ભૂલ્યા

છોટાઉદેપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાદરાના બજારોમાં દિવાળીની ખરીદી માટે ભારે ગિરદી - Divya Bhaskar
પાદરાના બજારોમાં દિવાળીની ખરીદી માટે ભારે ગિરદી

પાદરામાં દિવાળીના બે દિવસ બાકી રહેતા બજારોમાં ભારે ગિરદી નીકળી હતી. જેમાં કોરોનાનો ખોફ ભૂલીને લોકો ખરીદી કરવા ઉમટ્યા હતા. પરંતુ સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતાં લોકો ટોળા શાહીમાં દેખાતા હતા તેના કારણે કોરોનાનો ફેલાવાનો ડર રહેશે. જોકે બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં આનંદ છવાયો છે. દુકાનોમાં ભરેલો માલ વેચાશે અને દિવાળી સારી થશે તેમ આશા બંધાઈ છે. પાદરામાં છેલ્લા બે દિવસથી બજારોમાં રોનક દેખાઈ રહી છે. બજારોમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં આનંદ છવાયો છે. પરંતુ કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતાં કોરોનાનો ભય વધી રહ્યો છે. લોકો બિન્દાસથી બજારોમાં ફરી રહ્યા છે.

નસવાડીના બજારોમાં મોડી મોડી ઘરાકી નીકળતાં ખુશી
નસવાડીના બજારોમાં મોડી મોડી ઘરાકી નીકળતાં ખુશી

નસવાડી તાલુકાના 212 ગામડા હોઇ નસવાડી ટાઉન વેપાર માટે મોટું સેન્ટર ગણાય છે. ખાસ કરીને વડોદરા શહેરમાં લોકો તહેવારને લઈ કપડા ખરીદ કરવા જતા હોય છે અને ત્યાં વધુ રૂપિયા આપી ખરીદ કરતા લોકો નસવાડી ટાઉનમાં આવા જ કપડાની ખરીદી ઓછા ભાવે કરતા હોય છે. નસવાડીનું કાપડ બજાર સૌથી સારું છે. દિવાળીના તહેવારને લઈ નસવાડીના બજારમા મોડી મોડી પણ ભારે ઘરાકી જોવા મળી હતી. ખાસ કરીને મીઠાઈ, કપડા તેમજ અન્ય જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા. એકંદરે કોરોના વાઇરસની મહામારીમા દિવાળીના તહેવારને લઈ નસવાડી ટાઉનના વેપારીઓ સારા વેપારને લઈ ખુશ થયા છે.

ડભોઇમાં ધનતેરસથી ચોપડા સહિતની ખરીદીનો દોર શરૂ
ડભોઇમાં ધનતેરસથી ચોપડા સહિતની ખરીદીનો દોર શરૂ

કામકાજો થતા હોવા છતા આજે પણ દિવાળી પર્વમાં નવા ચોપડાઓની ખરીદી કરી વેપારીઓ દ્વારા કાચુ લખાણ કરી ચોપડા ખરીદીની પરંપરા જાળવી ધાર્મિક માન્યતાને પ્રાધાન્ય અપાય છે. જ્યારે ધનતેરસ પર્વ પણ હોવાથી શુભ મુહૂર્તમા સોના-ચાંદીના દાગીનાની ખરીદી પણ પંથકના લોકો દ્વારા કરાતાં વેપારીઓમા ખુશી જોવા મળી હતી. ગ્રામ્ય અને નગરના લોકો દ્વારા પણ અનાજ કરિયાણા, કપડા, દારૂખાનાની દુકાનો પરથી ધુમ ખરીદી કરાતાં વેપારીઓમાં આનંદ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો