• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • In The District, Rs. Development Works Will Be Done At A Cost Of 10565.80 Lakhs, E Lokarpan And E Khatmuhurt Program Was Held Under The Chairmanship Of Deputy Chief Minister.

ભાસ્કર વિશેષ:જિલ્લામાં રૂા. 10565.80 લાખના ખર્ચે વિકાસના કામો થશે, નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં વિકાસના કામોનું ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્તમાં ઈન્ચાર્જ કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં વિકાસના કામોનું ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્તમાં ઈન્ચાર્જ કલેક્ટર, ડીડીઓ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

છોટાઉદેપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષતામાં રૂા. 3005.83 લાખના ખર્ચે નવનિર્મિત બે પુલો ઇ-લોકાર્પણ અને રૂા. 7559.97 લાખના ખર્ચે બનાવવામાં આવનાર રેલવે ઓવરબ્રિજ, બ્રીજો અને રસ્તાના કામોનું ઇ- ખાતમુહૂર્ત મળી કુલ રૂા. 10565.80 લાખના કામોનું ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે કરવામાં આવેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા સાંસદ ગીતાબેન રાઠવાએ સરકારની વણથંભી વિકાસયાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો.

તેમણે રાજ્ય સરકાર દ્વારા જનસુખાકારી અર્થે કરવામાં આવી રહેલી કામગીરી અંગે વિગતે વાત કરતા જણાવ્યું હતુ કે સરકાર ગામડા અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને વધુ સારી સગવડો ઉપલબ્ધ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે. માટે જ આજે ગામડાઓનો ખૂબ સારો વિકાસ થઇ રહ્યો છે. એમ વધુમાં જણાવ્યું હતું. ઉપરાંત તેમણે સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીએ જણાવ્યું હતું કે, જિલ્લાની જનતાની લાગણી અને માંગણી સંતોષતા સરકારે જિલ્લામાં રસ્તા, ઓવરબ્રિજ અને પુલોના કામો મંજૂર કર્યા છે. મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ થાય અને પૂર્ણ થયેલા કામો લોકો માટે ખુલ્લા મૂકવામાં આવે એ માટે આ ઇ- લોકાર્પણ અને ઇ- ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદબોધન કરી ઉપસ્થિત જનમેદનીને માર્ગદર્શન આપ્યુ હતું.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન રૂા. 3005.83 લાખના ખર્ચે નવનિર્મિત તેજગઢ- રાયસિંગપુરા રોડ પર ઓરસંગ નદી પર અને કવાંટ તાલુકાના નવાલજા- વખતગઢ રોડ પર કરા નદી પર નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ ઉપરાંત છોટાઉદેપુર - દેવગઢબારિયા રોડ પર રૂા. 2220.17 લાખના રેલવે ઓવબ્રિજ, ભાખા - કોસિન્દ્રા રોડ પર હેરણ નદી પર રૂા. 1066.83 લાખનો પુલ, રૂા. 3251.80 લાખના માર્ગ મકાન વિભાગ પંચાયત હેઠળના સાત રસ્તા તેમજ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવામાં આવનાર રૂપિયા 1021.17 લાખના બે રસ્તાઓનું ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર ભાઈ પટેલ, જિલ્લાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ, માર્ગ મકાન વિભાગના ઇજનેર વસાવા, ઇજનેર તેરસિંગ ભાઈ, અગ્રણી મુકેશભાઈ પટેલ, અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ, સરપંચો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...