ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યારથી જ પ્રચાર માટેની અવનવી તરકીબ અજમાવવામાં આવી રહી છે. જેમાં સંખેડા ખાતે જાદુગર દ્વારા જાદુ બતાવીને જનતા પાસે ભાજપને મત આપવાની અપીલ કરવામાં આવી હતી.
તરકીબના ભાગરૂપે જાદુગરનો ઉપયોગ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ ધીરે-ધીરે જામી રહ્યો છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દિધો છે. ભાજપ દ્વારા દર વખતે પ્રચાર માટે અવનવી તરકીબ અજમાવવામાં આવતી હોય છે. આવી જ એક તરકીબના ભાગરૂપે જાદુગરનો ઉપયોગ શરૂ કર્યો છે.
જાદુ બતાવીને ભાજપનો ઝંડો કાઢ્યો
આજે મંગળવારે સંખેડાના ડી.બી. પારેખ હાઇસ્કુલ પાસે એક જાદુગર દ્વારા જાદુ બતાવીને નાના કોથળામાંથી ભાજપનો ઝંડો કાઢીને લોકોને આકર્ષવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સિવાય અન્ય બીજા જાદુ બતાવીને ભાજપના ઉમેદવારને જ મત આપવાની અનોખી રીતે અપીલ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.