છોટાઉદેપુર તાલુકો મધ્યપ્રદેશની સરહદે આવેલો હોય જેને લઇ ગેરકાયદેસર હથિયારો અને વિદેશી દારૂની હેરાફેરી જંગલ વિસ્તારના રસ્તાઓમાંથી ગુજરાતમાં થતી હોય છે. આવી પ્રવૃત્તિઓને ડામવા માટે જિલ્લા એસ.પી. ધર્મેન્દ્ર શર્માએ તમામ જિલ્લાના તમામ થાણા અમલદારોને કડક સૂચનાઓ આપી છે. જેના ભાગરૂપે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકામલી ગામના ઝીનલા ઉંધીયા રાઠવા ઉ.વ.42 ધંધો ખેતીની પાસે ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચા સાથે ઘરના ઓરડામાંથી ઝડપી પાડ્યો હતો.
ગતરોજ એસ.ઓ.જી. ના પી.આઈ જે.પી. મેવાડાને બાતમી મળી હતી કે રંગપુર પો.સ્ટે. તાબેના નકામલી ગામે રાયણી ફળિયામાં રહેતા ઝીનલા ઉંધીયા રાઠવા ઉ.વ. 42 ધંધો ખેતીની પાસે ગેરકાયદેસર દેશી બનાવટનો તમંચો છે. જે આધારે પી.આઈ. સ્ટાફ સાથે નકામલી ગામે બતાવેલ સરનામાના આધારે રેડ કરતા આરોપી ઘરે મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા તેના ઘરના ઓરડાના ખુણાના ભાગે રાખેલ પતરાના ડબ્બામા દેશી તમંચો મળી આવ્યો હતો. જેની કિંમત 5000ની ગણી તપાસ અર્થે કબ્જે કરી આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ આર્મસ એકટનો ગુનો રજિસ્ટર કરી વધુ કાર્યવાહી માટે આરોપીને રંગપુર પોલીસને હવાલે કરવામાં આવેલ હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.