• Gujarati News
  • Local
  • Gujarat
  • Chhota udaipur
  • In Kukarda Village Of Naswadi, A Doctor Without A Degree Tampering With The Health Of The People Is In The Grip Of The Police, The Health Department Is In Deep Sleep.

વધુ એક બોગસ ડૉકટર ઝડપાયો:નસવાડીના કુકરદા ગામે લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરતો ડિગ્રી વગરનો ડૉકટર પોલીસની ઝપેટમાં, આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં

છોટા ઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નસવાડીના કુકરદા ગામે એક ઓરડીમાં બહારના રાજ્યનો વ્યક્તિ મેડીકલ પ્રેક્ટીસ કરતો હોવાની ચોક્કસ અને આધારભુત માહીતી મળતા નસવાડી પોલીસે હરકતમાં આવી હતી. પોલીસની ટીમ કુકરદા ગામે આંબાબાર ફળીયામાં તપાસ કરતા એક ઓરડીમાં ખુરશી ટેબલ ગોઠવીને ટેબલ ઉપર જુદી જુદી જાતની દવાઓ રાખી ડૉક્ટર તરીકેનો વ્યવસાય કરતો વ્યક્તિ મળી આવ્યો હતો. જેનું નામ સરનામું પુછતા તેણે પોતાનું નામ ડૉક્ટર આકાશ જગદીશ અને તે મુળ નાગદા જૈન જંકશન ઈંગોરીયા રોડ તા.નાગદા જી.ઉજજૈન (મધ્યપ્રદેશ) નો હોવાનું જણાવ્યું હતુ.

ડૉક્ટર તરીકેની ઓળખ આપતા તેની પાસે ડૉક્ટરની ડીગ્રી અંગેનું પ્રમાણપત્ર તેમજ મેડીકલ પ્રેક્ટીસ કરવા બાબતના દસ્તાવેજી આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલો અને પોતાના પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેના કોઇપણ પ્રકારના પ્રમાણપત્ર નહીં હોવાનું જણાવી કોઇ પ્રમાણપત્ર રજુ કરેલ નહીં. ધોરણ 12 સુધી અભ્યાસના આધારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતોતેની પાસે એલોપથી દવાઓ અને ઇન્જેક્શન મળી આવતાં નસવાડી પોલીસે ઈસમની અટકાયત કરી હતી.

છોટા ઉદેપુર જિલ્લામાં વારંવાર બોગસ ડોકટર પોલીસ ઝડપી પાડીને કાર્યવાહી કરી રહી છે. પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા બોગસ ડૉકટરો પ્રત્યે આરોગ્ય વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેમ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાંથી દૂર ભાગી રહ્યું છે. જેને લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...