તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ખોડવાણીયા ગામે સગેવગે થતો અનાજનો જથ્થો પોલીસે ઝડપ્યો

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી અનાજની દુકાન પાસેથી ગાડીમાંથી ઘઉંના 40 કટ્ટા મળ્યા
  • ઘઉં, પિકઅપ ગાડી સહિત કુલ 5,04,000નો મુદ્દામાલ કબજે કર્યો

છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામ પાસે આવેલ ખોડવાણીયા ગામે સરકાર દ્વારા ગરીબ આદિવાસીઓને વહેંચવામાં આવતો સરકારી અનાજનો જથ્થો કેટલાક ઈસમો દ્વારા બારોબાર વગે કરી રહ્યા છે અને ધરખમ કમાણી કરી રહ્યા છે. તેવી બાતમી છોટાઉદેપુર SOG પીઆઈ જે.પી.મેવાડાને મળી હતી. જે બાબતે રેડ કરતા ખોડવાણીયા ગામમાં આવેલ સરકારી અનાજની દુકાન પાસેથી બોલેરો પીકઅપ ગાડી લઈ જવાતો અનાજનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.

છોટાઉદેપુર SOG પીઆઈને બાતમી હકીકત મળેલ કે, ખોડવાણીયા ગામે આવેલ પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારની દુકાનમાંથી ઘઉંનો જથ્થો એક પીકઅપ ગાડીમાં ભરી સગેવગે કરવાની પેરવીમાં છે. જે બાબતે પોલીસે તુરંત તપાસ હાથ ધરાતા સ્થળ ઉપરથી એક પીકઅપ ગાડી પડેલી હતી. જેમાં કોઈ ડ્રાઈવરો કે અન્ય ઈસમ મળેલ નહિ. ગાડીમાં તપાસ કરતા પાછળ ડાલાના ભાગે ઘઉં ભરેલા 40 કટ્ટા મળી આવ્યા હતા.

જેમાં પોલીસે 40 કટ્ટામાં 2000 કિલો ઘઉં સરકારી કિંમત રૂપિયા 4,000 તથા પીકઅપ ગાડીની કિંમત રૂપિયા 5,00,000 કુલ મુદ્દામાલ 5,04,000નો કબ્જે કર્યો હતો. સસ્તા અનાજની દુકાન લાયસન્સ ધારક શારદાબેન રાઠવા તથા પીકઅપ ગાડી ચાલક વિરુદ્ધ ઇપીકો કલમ 406, 420, 409, 120બી, 114 તથા આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3, 7, મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુર તાલુકાના ખોડવાણીયા ગામના રહીશો દ્વારા ફરિયાદ કરી રહ્યા છે કે અમોને પૂરતું અનાજ આપવામાં આવતું નથી તેલ તો મળતુ જ નથી અને દુકાન સંચાલકોને પૂછવામાં આવે તો ઉડાઉ જવાબ આપવામાં આવે છે. યોગ્ય જવાબ મળતો નથી. આ અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેમ ગામ લોકો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...