પ્રવેશોત્સવ:કલારાણીની એકલવ્ય ગ્રૂપ ઓફ કોલેજમાં 1100 છાત્રોને તિલક કરી, ગળ્યું મોં કરાવી પેન આપી પ્રવેશ અપાયો

જબુગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કલારાણીની એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસમા સ્થાપના દિન અને  પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
કલારાણીની એકલવ્ય ગૃપ ઓફ કોલેજીસમા સ્થાપના દિન અને પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામ પાસે આવેલ શ્રી ચંદ્રમૌલી ફાઉન્ડેશન અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સંલગ્ન સંચાલિત એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસનો બીજો સ્થાપનાદિન અને વિવિધ કોર્ષમાં પ્રવેશ પામેલા નવા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવની ઉજવણી સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે કોલેજના કેમ્પસમાં કરવામાં આવી હતી.

જેમાં કાર્યક્રમના મુખ્ય મહેમાન છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, કોલેજના મેનેજીંગ ડિરેક્ટર ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા ઉપપ્રમુખ અને કોલેજના ડિરેક્ટર શોભનાબેન, બોડેલી કોલેજના પ્રિન્સિપાલ ડો. હસમુખભાઈ કોરાટ, પ્રોફેસર જાની, એકલવ્ય કોલેજના પ્રિન્સિપાલ વિક્રમભાઈ સહીત સરપંચો, પદાધિકારીઓ, શૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોલેજમાં બી.એ, બી.કોમ, બી.એસ.આર, એમ.એસ. ડબલ્યુ સહિતના વિવિધ કોર્ષમાં 1100 વિદ્યાર્થીઓએ મહેમાનોના કરકમાલોથી કંકુ તિલક કરી, ગળ્યું મોં કરાવી, પેન આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોલેજના મેનેજીંગ ડિરેક્ટર ઉપેન્દ્રભાઈ રાઠવાએ પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે મારી ઈ.સી તરીકે નિમણુંક કરી છે. ત્યારે ગુજરાતની અનેક કોલેજમાં જવાનું થાય છે. ત્યાં મોટાભાગના છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓએ ખુબ લાંબા અંતરે વધુ અભ્યાસાર્થે જવું પડે છે.

જેને લઈને મને વિચાર આવ્યો કે છોટાઉદેપુર જિલ્લામાં જ વધુ અભ્યાસ માટેનું સંકુલ ઉભું કરવામાં આવે તો જિલ્લાના વિદ્યાર્થીઓને લાંબુ અંતર કાપવું ન પડે. તે માટે આજે આ એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજમાં માત્ર એક જ વર્ષમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કોલેજના બીજા સ્થાપના દિવસ અને નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવના કાર્યક્રમમાં મને કહેતા આનંદ થાય છે કે આજે વિવિધ કોર્સમાં મળીને નવા 1100 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...