તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જબુગામમાં એક જ દિવસમાં ત્રણ વ્યક્તિ કોરોના સંક્રમિત

જબુગામ6 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • છેલ્લાં પખવાડિયામાં કોરોના પોઝિટિવના કુલ 15 કેસ નોંધાયા

બોડેલી તાલુકાના જબુગામમા કોરોનાના સંક્રમિતોની સંખ્યા વધતા કોરોનાના પોઝિટિવ કેસોનો છેલ્લા પંદર દિવસ દરમિયાન રાફડો ફાટતા બીજા તબક્કામાં કોરોનાનો આંકડો 15 પહોંચ્યો છે. છેલ્લા પંદર દિવસ પહેલાં કોઈ કોરોનાનો કેસ ના આવતા ગ્રામજનોમાં શાંતિ જોવા મળતી હતી. ત્યારે આજરોજ વધુ ત્રણ વ્યક્તિનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા ગ્રામજનોમા કોરોનાનો ફફડાટ જોવા મળી રહ્યો છે. જબુગામ કોરોનાની ઝપેટમાં આવતા કોરોના પોઝિટિવ કેસોનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.

જબુગામમાં 18 માર્ચથી કોરોનાની રીએન્ટ્રી થઈ છે. જ્યારે બીજી બાજુ પ્રજામાં કોરોનાનો ભય ઓછો થતો જોવા મળે છે. છેલ્લાં પખવાડિયા દરમિયાન જબુગામમા 15 કેસો પોઝિટિવ નોધયા છે. ત્યારે આજરોજ જબુગામ ખાતે રજપુત ફળીયામા રહેતા એક વ્યક્તિ તેમજ જુના બજારમાં અને ગોદુ ફરીયામા રહેતા બે યુવાનો પણ કોરોના સંક્રમિત થતા કુલ આંક 15 થયો છે. આમ જબુગામ ખાતે ત્રણેય વ્યક્તિ ઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા ત્રણેય ને હોમ કોરોન્ટાઈન કરાયા છે.

જબુગામમા વધતા જતાં કોરોના કેસોના કારણે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જબુગામના આ વિસ્તારને સંક્રમિતોના સંપર્કમા આવેલા વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવે અને ફરી સેનેટાઈઝરીગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. ઉલ્લેખનીય છે કે જબુગામમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર પણ આ અંગે ભારે દ્વિધામાં મુકાઈ ગયું છે.

જબુગામના લોકો સરકારના નિયમોનું પાલન કરતા નથી સરકારની ગાઈડ લાઈન મુજબ હાલની પરિસ્થિતિ જોતા સોસિયલ ડીસ્ટન્સ જાળવવું દરેક નાગરિકની ફરજ છે. ત્યારે આ વિસ્તારના લોકો જાહેરમાંજ માસ્ક પહેર્યા વિના જોવા મળી રહ્યા છે. તેમજ સોસિયલ ડિસ્ટન્સનુ પણ પાલન થતુ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો