ભાસ્કર વિશેષ:જબુગામમાં કોતર, ભાગોળ, સ્મશાનમાં વિધિઓ થઇ, અંતરિયાળ ગામોમાં ભૂતપ્રેત અને ડાકણને લઇ પ્રજા ડરે છે

જબુગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કાળી ચૌદશ એટલે મંત્ર, તંત્ર, સાધનાનો દિવસ. - Divya Bhaskar
કાળી ચૌદશ એટલે મંત્ર, તંત્ર, સાધનાનો દિવસ.
  • કાળા રંગની સામગ્રી સાથે તાંત્રિકો સિદ્ધિ જાળ‌વી રાખવા સાધના કરે છે

જબુગામ પંથક સહિત ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી પર્વની શરૂઆત સાથે જ પંથકવાસીઓમાં દિપાવલીની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે. નવાવર્ષને આવકારવા પંથકવાસીએ રંગબેરંગી રોશનીથી ઝગમગાટ તોરણો લટકાવી ઘર આંગણે રંગોળી પુરી સાંજના સુમારે દીપકોની હારમાળા બનાવી દિપાવલી પર્વના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. ત્યારે બુધવારે કાળી ચૌદસના પર્વનું પણ જબુગામ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ મહત્વ હોય છે.

કાળી ચૌદશ એટલે સાધનાનો દિવસ ગ્રામ્ય વિસ્તારના ભૂવા, જાગરીયા, તાંત્રિક, બડવા તરીકે કામ કરતા હોય તેમજ મંત્ર-તંત્રની વિધિ કરનારા પણ કાળી રાતના સ્મશાનમાં જઈને અનેક વિધિ પોતાની સિદ્ધિ જાળવી રાખવા માટે કરતાં હોય છે. કેટલાક ઘરની ગૃહિણીઓ ઘરમાંથી ઘરકંકાશ કકળાટ કાઢે છે. જેમાં સાંજ પછી કકળાટ કાઢવા માટે જૂના ઝાડુ, માટલા કાઢી નવા મુકયા હતા.

કેટલાક લોકો વડા, પુરી, સુરણ વગેરે બનાવી હનુમાનજી, ભૈરવ દેવના મંદિરમાં મુકી પરિવારના રક્ષણ માટે ક્રિયા નિમિત્તે કાળો કુકડો, કાળા તલ, કાળા દોરા,મણકા, કાળારંગનુ કાપડ સહિત કાળારંગની સામગ્રી સાથે નદી, પટ, કોતર, ભાગોળ,સ્મશાન વિસ્તારોમાં વિશેષ વિધિઓ કરવામાં આવી હતી.

આસો વદ ચૌદસ એટલે કાળી ચૌદસ ભૂવા, જાગરીયા, તાંત્રિકો માટે ખાસ મહત્વ ધરાવે છે. કેટલાક લોકો પિચાસી તત્વોને પૂજવા સાંજના સમયે શનિ, ભૈરવ અને કાળકામાતાની પૂજા કરે છે. ઘરમાંથી ઘરકંકાશ કાઢવા ચાર રસ્તાઓ પર અડદના વડા, પાણીના કુંડાળા કરીને ઠેરઠેર મુક્યા હતા. અંતરીયાળ ગામોમાં ભૂતપ્રેત, ડાકણથી પ્રજા ડરતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...