તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:છોટાઉદેપુરમાં બુધવારે કોરોનાના 54 કેસ, કુલ 1946 દર્દી સાજા થયા, 410 સારવારમાં અને 35નાં મોત, કુલ 2391 કેસ

છોટાઉદેપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાઓમાંથી તપાસ અર્થે 1648 જેટલા એન્ટિજન અને Rtpcr સેમ્પલ લેવાયાં

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે ભારે વધારો થઈ રહ્યો છે. જેનાથી જિલ્લાની પ્રજામાં હાહાકાર મચી ગયો છે. જિલ્લામાં જીવલેણ કોરોના વાઇરસ (covid-19) કેસોમાં છેલ્લા 65 દિવસ કરતા વધારે સમયથી સતત વધારો જોવા મળી રહ્યો છે. આજરોજ તારીખ 12 મે, 2021ના કોરોનાએ અડધી સદી વટાવી દીધી હતી. જિલ્લામાં નવા 54 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જિલ્લામાં આજરોજ છોટાઉદેપુર તાલુકામાં 24, બોડેલી તાલુકામાં 19 કેસ, પાવીજેતપુર તાલુકામાં 8 કેસ, કવાંટ તાલુકામાં 2 કેસ અને સંખેડા તાલુકામાં 1 પોઝિટિવ નોંધાયા હતા.

તેમ જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા જાણવા મળ્યું હતું.જિલ્લામાં ઘણા સમયથી કોરોના કેસોમા ભારે ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જે પ્રજાજનો માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે. વધતા જતા કોરોનાના કેસોને કારણે તંત્ર પણ આ અંગે ભારે મૂંઝવણમાં મુકાઈ ગયું છે. સમગ્ર જિલ્લામાં વધતા જતા કેસોને કારણે પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2391 કેસ પોઝિટિવ નોંધાઇ ચુક્યા છે.

આજરોજ જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 1648 જેટલા એન્ટીજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 1946 જેટલા દર્દીઓને સાજા થઈ જતા રજા આપી દેવામાં આવી છે. 410 જેટલા દર્દીઓ એડમિટ છે. અને 35 દર્દીના મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 684, પાવીજેતપુર તાલુકામાં 329, બોડેલી તાલુકામાં 661, સંખેડા તાલુકામાં 248, કવાંટ તાલુકામાં 190 અને નસવાડી તાલુકામાં 279 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...