યંત્ર પૂજા:છોટાઉદેપુરમાં કાળીચૌદશે મિલ માલિકોએ યંત્રપૂજા કરી

છોટાઉદેપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેક્ટરીઓના માલિકોએ યંત્ર પૂજા કરી હતી. - Divya Bhaskar
ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેક્ટરીઓના માલિકોએ યંત્ર પૂજા કરી હતી.
  • યંત્રમાં નુકસાન ન થાય અને ધંધામાં બરકત લાવવા પૂજા કરાઇ

છોટાઉદેપુરવિસ્તારમાં 100 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેક્ટરીઓ આવેલી છે. જેમાં દર વર્ષે કાળી ચૌદસ નિમિતે મિલ માલિકો દ્વારા યંત્ર પૂજા કરવામાં આવે છે. કાળી ચૌદસ હોય પોતાના યંત્રમાં નુકસાન ન થાય અને ધંધામાં બરકત આવે જે અર્થે ફેકટરી માલિકો યંત્ર પૂજા કરતા હોય છે.

છોટાઉદેપુર વિસ્તારમાં ડોલોમાઈટ ફેકટરીના માલિકો દ્વારા કારખાનાની મશીનરીનું પૂજન બુધવારે કરવામાં આવ્યું હતું. કાળી ચૌદસ નિમિતે યંત્ર પૂજાનું અનેરું મહત્વ હોય કારખાનામાં મશીનરી બગડે નહિ ધંધા રોજગારમાં બરકત આવે જે હેતુથી બુધવારે વિધિવત રીતના મિલ માલિકો દ્વારા દરેક ફેક્ટરીમાં યંત્ર પૂજા કરવાના આવી હતી.

અન્ય સમાચારો પણ છે...